ટીવી અને ફિલ્મ વચ્ચે ખૂબ જ મોટો તફાવત : ક્રિતિકા કામરા

13 August, 2019 03:26 PM IST  |  મુંબઈ

ટીવી અને ફિલ્મ વચ્ચે ખૂબ જ મોટો તફાવત : ક્રિતિકા કામરા

ક્રિતિકા કામરા

ક્રિતિકા કામરાનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં ટીવી અને ફિલ્મ વચ્ચે ખૂબ જ મોટો તફાવત છે. ક્રિતિકાએ ઘણી ટીવી-સિરિયલમાં કામ કર્યું છે અને તેણે જૅકી ભગનાણીની ૨૦૧૮માં આવેલી ‘મિત્રોં’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. જોકે આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ ગઈ હતી. ટીવી અને ફિલ્મ વચ્ચેનો તફાવત જણાવતાં ક્રિતિકાએ કહ્યું હતું કે ‘ઇન્ડસ્ટ્રીમાં ટીવી અને ફિલ્મ વચ્ચે ક્લાસિઝમનો તફાવત છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં લોકોએ પહેલેથી જ માની લીધું છે કે હું ફિલ્મોમાં કામ નથી કરી શકતી અથવા તો મારામાં એવી સંવેદનશીલતા નથી. મેં અગાઉ ટીવીમાં કામ કર્યું હોવાથી હું કુશળ ઍક્ટર નથી એવી તેમની માનસિકતા છે, જે યોગ્ય નથી.’

kritika kamra bollywood news