પ્રસિદ્ધિ હજી પણ મારા માટે એક જાદુ જેવી છે : વરુણ શર્મા

16 October, 2019 01:08 PM IST  |  મુંબઈ

પ્રસિદ્ધિ હજી પણ મારા માટે એક જાદુ જેવી છે : વરુણ શર્મા

વરુણ શર્મા

વરુણ શર્માને લાગે છે કે તેના માટે ફેમ હજી પણ એક જાદુ જેવી છે. તેને ‘ચુચા’ અને ‘સેક્સા’ જેવાં નામોથી લોકો ખાસ ઓળખે છે. પોતાને મળેલી પ્રસિદ્ધિ વિશે વરુણે કહ્યું હતું કે ‘મારા માટે આ બધું હજી સુધી એક જાદુ સમાન છે. દરરોજ સેટ પર જવું અને મીડિયાને મળવું એ બધું જાદુઈ લાગે છે. મને હજી પણ એ સપના જેવું લાગે છે. મેં બાળપણમાં સ્ટાર્સ અને સેલિબ્રિટીઝ વિશે ઘણું સાંભળ્યું હતું. એથી હું આજે પણ તેમને લઈને રોમાંચ અનુભવું છું. મને લાગે છે કે હું સાત-આઠ વર્ષનો નાનો બાળક છું જે સેટ પર અથવા તો મીડિયા સાથે ચર્ચા કરવા માટે ખૂબ ઉત્સાહિત છે. ૨૦૧૩માં મારી પહેલી ફિલ્મ આવી હતી. એને અત્યારે સાત વર્ષ થઈ ગયાં છે. મને આજે પણ એવું લાગે છે કે હું સાત વર્ષનો છું, કારણ કે હું આજે પણ ખૂબ એક્સાઇટેડ થઈ જાઉં છું. મને એવું લાગતું જ નથી કે હું બૉલીવુડમાં આવી ગયો છું.’

આ પણ વાંચો : પ્રિયંકા ચોપડા જોનસ ડૉનના શૂટિંગ વખતે ફરહાન અખ્તરથી ડરતી હતી

એક વસ્તુ પર હું ખૂબ ખુશ અને ગર્વ અનુભવું છું કે જ્યારે મને કોઈ મળવા આવે તો તેમના ચહેરા પર સ્માઇલ હોય છે.
એ મારા માટે સૌથી મોટી સિદ્ધિ છે. આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે એ વસ્તુ આવનારાં પચીસથી ત્રીસ વર્ષ સુધી જળવાઈ રહે

- વરુણ શર્મા

varun sharma bollywood news