સ્ટ્રીટ ડાન્સર 3Dનો લુક સોશ્યલ મીડિયા સ્ટાર દાનિશથી પ્રેરિત છે : વરુણ

04 January, 2020 11:47 AM IST  |  Mumbai

સ્ટ્રીટ ડાન્સર 3Dનો લુક સોશ્યલ મીડિયા સ્ટાર દાનિશથી પ્રેરિત છે : વરુણ

વરુણ ધવન

વરુણ ધવને જણાવ્યું છે કે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’નો લુક સોશ્યલ મીડિયાના સ્ટાર દાનિશથી પ્રેરિત છે. આ ફિલ્મમાં વરુણ સહેજના પાત્રમાં જોવા મળશે. રોડ-ઍક્સિડન્ટમાં દાનિશનું ૨૦૧૮માં અવસાન થયું હતું. તેને યાદ કરતાં દાનિશનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી કે ‘મારી ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં સહેજનો લુક હૅન્ડસમ દાનિશથી પ્રેરિત છે. દાનિશ હવે જીવિત નથી. તે એક અલગ દુનિયામાં છે, પરંતુ તેને અનેક લોકો પ્રેમ કરે છે. એથી મેં વિચાર્યું કે હું તમારા સૌની સાથે આ શૅર કરું કે તે આજે પણ અમને પ્રેરિત કરે છે.’

varun dhawan bollywood news entertaintment