મુગલ-એ-આઝમના આ ગીત માટે નૌશાદએ વાપર્યા 100 મ્યૂઝિશિયન્સ

05 May, 2020 12:32 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

મુગલ-એ-આઝમના આ ગીત માટે નૌશાદએ વાપર્યા 100 મ્યૂઝિશિયન્સ

મુગલ-એ-આઝમના આ ગીત માટે નૌશાદ

નૌશાદ અલીએ સંગીતવિશ્વમાં લગભગ દરરોજ તેને નવી ઉંચાઇએ પહોંચાડવાના પ્રયત્નો કર્યા. તે સમયે ટેક્નોલૉજી વગરપણ તેમણે અનેક સાઉન્ડ ઇફેક્ટ્સના પ્રયોગ કર્યા. આ સિવાય તેમણે મુગલ-એ-આઝમમાં પણ પોતાની ટેક્નિકથી લોકોને ચોંકાવી દીધા હતા.

હિન્દી ફિલ્મોના જાણીતાં સંગીતકાર નૌશાદ અલીની આજે પુણ્યતિથિ છે. ત્યારે મુગલ-એ-આઝમ જેવી ફિલ્મમાં પોતાના સંગીતથી જબરજસ્ત સફળતા પ્રાપ્ત કરતાં નૌશાદે 64 વર્ષો સુધી બોલીવુડમાં પોતાના સંગીતનો જલવો વિખેર્યો. 5 મે 2006ના તેમણે વિશ્વને અલવિદા કહી દીધું હતું.

નૌશાદ અલીનો જન્મ 26 ડિસેમ્બર 1919ના નવાબોના શહેર લખનઉમાં થયો. નૌશાદને બાળપણથી જ મ્યૂઝિક પ્રત્યે લાગણી હતી અને તેમણે મ્યૂઝિક આઇટમ સાથે જોડાયેલી દુકાનમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. નૌશાદના પરિવારના લોકો હિન્દી ફિલ્મો અને સંગીતના સખત વિરોધી હતા. કહેવામાં આવે છે કે જ્યારે નૌશાદના લગ્ન નક્કી કરવામાં આવ્યા ત્યારે તેમના શ્વસૂર પક્ષને કહેવામાં આવ્યું કે તેઓ પેશાથી એક દરજી છે.

મ્યૂઝિકમાં પોતાની ટેક્નિકથી ચોંકાવી દેતા નૌશાદ
નૌશાદ અલી સંગીત જગતમાં લગભગ રોજ નવા આયામો સ્થાપિત કરતા, તે જમાનામાં
ટેક્નોલૉજી વગર જ તેમણે સંગીતમાં એકથી એક સાઉન્ડ ઇફેક્ટ્સનો ઉપયોગ કર્યો. આ સિવાય તેમણે મુગલ-એ-આઝમમાં પણ પોતાની ટેક્નિકથી લોકોને ચોંકાવી દીધા હતા. તેમણે આ ફિલ્મના ગીત 'એ મોહબ્બત ઝિંદાબાદ'ના કોરસ પાર્ટ માટે 100 મ્યૂઝિશિયન્સનો ઉપયોગ કર્યો હતો. 'મુગલ-એ-આઝમ'માં 'પ્યાર કિયા તો ડરના ક્યા' ગીતમાં ઇકો ઇફેક્ટ લાવવા માટે નૌશાદે લતા મંગેશકરને બાથરૂમમાં ઊભા રહી ગાવાનું કહ્યું હતું.

નૌશાદ એક કવિ પણ હતા અને તેમણે ઉર્દૂ કવિતાઓનું એક પુસ્તક પણ લખ્યું હતું, જેનું નામ છે 'આઠવાં સુર'. તેમણે ભારતીય સિનેમામાં સંગીતના યોગદાન માટે 1981માં 'દાદા સાહેબ ફાલ્કે' સન્માનથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 1992માં તેમને ભારત સરકારે 'પદ્મ ભૂષણ'થી સન્માનિત કર્યા હતા.

bollywood mughal-e-azam bollywood news bollywood gossips