વૉરમાં દુનિયાની સૌથી પાવરફુલ મશીનગનનો ઉપયોગ કર્યો ટાઇગર શ્રોફે

31 July, 2019 09:51 AM IST  |  મુંબઈ

વૉરમાં દુનિયાની સૌથી પાવરફુલ મશીનગનનો ઉપયોગ કર્યો ટાઇગર શ્રોફે

ટાઇગર શ્રોફ

હૃતિક રોશન સાથેની ‘વૉર’માં ટાઇગર શ્રોફ માટે ખાસ મશીનગન મંગાવવામાં આવી હતી. હાલમાં જ રિલીઝ કરવામાં આવેલા ટીઝરમાં ટાઇગર એક મશીનગન ચલાવતો જોવા મળી રહ્યો છે. આ ગન દુનિયાની સૌથી પાવરફુલ મશીનગન ધ ગેટલિંગ છે. આ વિશે સિદ્ધાર્થ આનંદે કહ્યું હતું કે ‘અમે જ્યારે ફિલ્મ બનાવી રહ્યાં હતાં ત્યારે અમારા દિમાગમાં એક જ વાત ચાલી રહી હતી કે અમારે ઇન્ડિયો જોએલી અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ બનાવવી છે. હૃતિક અને ટાઇગરે તેમની અગાઉની ફિલ્મોમાં ઍક્શન અવતાર દ્વારા લોકોને આશ્ચર્ય ચકિત કર્યા છે.

આ પણ વાંચો : પોસ્ટર કૉપી કરવાના વિવાદમાં ફસાઈ જજમેન્ટલ હૈ ક્યા

દર્શકોને એનાથી વધુ ઊંચાઈએ લઈ જવા માટે અમે ગૅટલિંગ મશીનગન મગાવી હતી. આ ગનનો ઉપયોગ ખાસ અમે ટાઇગર માટે કર્યો હતો. આ મિલિટરી વેપન દ્વારા તે શહેરનો સર્વનાશ કરે એ જોવું દર્શકો માટે લ્હાવો રહેશે.’ 

tiger shroff hrithik roshan bollywood news