મારા દિમાગમાં એવી સ્ટોરી નથી જેમાં સ્ત્રી-પુરુષ ડાઇનૅમિક ન હોય:ઇમ્તિયાઝ

14 February, 2020 05:48 PM IST  |  Mumbai Desk

મારા દિમાગમાં એવી સ્ટોરી નથી જેમાં સ્ત્રી-પુરુષ ડાઇનૅમિક ન હોય:ઇમ્તિયાઝ

લવ આજ કલ 2માં રણદીપ હૂડાનું પાત્ર ચોંકાવી દેશે

ઇમ્તિયાઝ અલીએ જણાવ્યું હતું કે તેના દિમાગમાં એવી કોઈ સ્ટોરી નથી જેમાં સ્ત્રી-પુરષ ડાઇનૅમિક ન હોય. આજે રિલીઝ થયેલી તેની ‘લવ આજ કલ 2’માં બે અલગ-અલગ દાયકાની સ્ટોરી દેખાડવામાં આવી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન જોવા મળી રહ્યાં છે. લવ-સ્ટોરીઝ વિશે જણાવતાં ઇમ્તિયાઝ અલીએ કહ્યું હતું કે ‘હું લવ-સ્ટોરીઝ સાથે કમ્ફર્ટેબલ છું. જોકે એવું પણ નથી કે દરેક સ્ટોરી એવી જ બનવી જોઈએ. હું નથી ચાહતો કે હું માત્ર આવી સ્ટોરીઝમાં જ બંધાઈને રહું અને મારા દિમાગમાં જે નવી સ્ટોરી આવે એને બનાવવામાં અસમર્થ રહું. એવું પણ બની શકે કે કોઈ એવી સ્ટોરી હોય કે જેમાં રોમૅન્સ ન હોય. જોકે વર્તમાનમાં આવી સ્ટોરી બનાવવી અઘરી બની જાય છે. ‘હાઇવે’ની વાત કરું તો એમાં પુરુષ (રણદીપ હૂડા) હતો. મારી પાસે હજી સુધી એવી સ્ટોરી નથી આવી કે જેમાં સ્ત્રી-પુરષ એક જ દિશામાં જઈ રહ્યાં હોય. લાઇફને લઈને વિકસિત થતી વિચારધારાને કારણે રિલેશનશિપ્સ પણ બદલાય છે. જોકે મારા દિમાગમાં એવી કોઈ સ્ટોરી નથી જેમાં સ્ત્રી-પુરષ ડાઇનૅમિક ન હોય.’

રણદીપ હૂડાનું પાત્ર ‘લવ આજ કલ 2’માં લોકોને આશ્ચર્ય પમાડશે. આ ફિલ્મના ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ ફિલ્મના કેટલાક ફોટો શૅર કર્યા છે. ફોટોમાં રણદીપ હૂડાની સાથે સારા અલી ખાન અને કાર્તિક આર્યન પણ જોવા મળી રહ્યો છે. ઇમ્તિયાઝે એક વિડિયો શૅર કર્યો છે જેમાં રણદીપ પોતાની લવ-સ્ટોરી સારાને સંભળાવી રહ્યો છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રણદીપે કૅપ્શન આપી હતી કે ‘ભાઈ આપણે સારી વસ્તુને છેવટ માટે બચાવીને રાખી હતી. તમારી સામે રજૂ કરીએ છીએ ‘લવ આજ કલ 2’ના રાજને.’

imtiaz ali bollywood bollywood news bollywood gossips randeep hooda