બૉલીવુડમાં ‘અવેન્જર્સ’ જેવી ફિલ્મ બનાવવા માટે મોટો સ્કોપ છે : અજય દેવગન

30 May, 2019 10:36 AM IST  |  મુંબઈ

બૉલીવુડમાં ‘અવેન્જર્સ’ જેવી ફિલ્મ બનાવવા માટે મોટો સ્કોપ છે : અજય દેવગન

અજય દેવગન

અજય દેવગનનું કહેવું છે કે બૉલીવુડમાં ‘અવેન્જર્સ’ જેવી ફિલ્મ બનાવવા માટે ખૂબ જ મોટો સ્કોપ છે. ઇન્ડિયન ઑડિયન્સ માર્વલ સિનેમૅટિક યુનિવર્સથી પરિચિત છે. ‘અવેન્જર્સ : એન્ડગેમ’એ કરેલો બિઝનેસ એનો પુરાવો છે કે ઇન્ડિયન્સ આવી ફિલ્મોને પસંદ કરે છે. બૉલીવુડમાં પહેલી વાર કોઈ ફિલ્મમેકર આવું યુનિવર્સ બનાવવા જઈ રહ્યા છે અને એ છે રોહિત શેટ્ટી. રોહિત શેટ્ટીએ ‘સિંઘમ’ બનાવી હતી. ત્યાર બાદ તેણે ‘સિમ્બા’ બનાવી અને અક્ષયકુમારને લઈને ‘સૂર્યવંશી’ બનાવી રહ્યો છે. ‘અવેન્જર્સ : એન્ડગેમ’ પરથી આપણે પ્રેરણા લેવી જોઈએ એવું જણાવતાં અજય દેવગને કહ્યું હતું કે ‘આવી ફિલ્મોનાં યુનિવર્સનો બૉલીવુડમાં ખૂબ જ મોટો સ્કોપ છે.

આ પણ વાંચો : હું મારી ફિલ્મી જર્નીથી ખુશ છું: ક્રિતી સૅનન

‘સિંઘમ’ એક સ્ટ્રૉન્ગ ફ્રૅન્ચાઇઝી છે. ત્યાર બાદ ‘સિમ્બા’ પણ એક મહત્ત્વની ફ્રૅન્ચાઇઝી બની ગઈ છે. જો ‘સૂર્યવંશી’ પણ આ ફિલ્મો જેવી સફળ બની, અને એ બનવાની છે એની મને ખાતરી છે, તો એ ફિલ્મ પણ ‘અવેન્જર્સ’ જેવી જ કહેવાશે. તમે આયર્નમૅન હો કે પછી અન્ય કોઈ અવેન્જર્સ હો, બધા એકસાથે આવશે તો તેને જોવા માટે લોકો જશે જ અને આ વાત એકદમ સિમ્પલ છે. જો પાત્ર પણ સમયની સાથે સ્ટ્રૉન્ગ બનતાં જશે તો લોકો એ માટે રાહ જોવાના જ છે. સારી સ્ક્રિપ્ટ હોવી ખૂબ જ જરૂરી છે. જો સ્ક્રિપ્ટ દ્વારા પાત્રોને ન્યાય ન મળ્યો તો કોઈ પણ વ્યક્તિ હોય, ફિલ્મ નિષ્ફળ જશે.’

ajay devgn bollywood news