થપ્પડ મહિલાઓ માટે નહીં, પરંતુ પુરુષો માટે બનાવવામાં આવી છે:અનુભવ સિંહા

10 February, 2020 12:42 PM IST  |  Mumbai Desk | UPALA K B R

થપ્પડ મહિલાઓ માટે નહીં, પરંતુ પુરુષો માટે બનાવવામાં આવી છે:અનુભવ સિંહા

‘થપ્પડ’ના ડિરેક્ટર અનુભવ સિંહાનું કહેવું છે કે તેમણે આ ફિલ્મ મહિલાઓ માટે નહીં, પરંતુ પુરુષો માટે બનાવી છે. ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં તાપસી પન્નુ અને પવેલ ગુલાટી લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટોરી એક મૅરિડ કપલની છે. તેમની વચ્ચે પ્રેમ પણ ખૂબ જ છે. જોકે સ્ટોરીમાં ટ્વ‌િસ્ટ ત્યારે આવે છે જ્યારે તાપસીને તેનો હસબન્ડ બધાની સામે એક થપ્પડ જડી દે છે. બસ, ત્યાંથી જ અસલી સ્ટોરી શરૂ થાય છે. ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ પાંચ શહેરો ભોપાલ, લખનઉ, દિલ્હી, જયપુર અને મુંબઈમાં એનું સ્ક્રીન‌િંગ રાખવામાં આવશે. ફિલ્મને લઈને અનુભવ સિંહાએ કહ્યું હતું કે ‘મેં આ ફિલ્મ પુરુષો માટે બનાવી છે, મહિલાઓ માટે નહીં. આ જ બાબત હું લોકોને સમજાવવા માગું છું. એ દરમ્યાન હું કેટલાક મીડિયાને પણ બોલાવીશ. સાથે જ સાહિત્ય અને મ્યુઝ‌િક જગતના કેટલાક કલાકારોને પણ આમંત્ર‌િત કરવામાં આવશે. એના માટે મેં લખનઉ શહેરને પસંદ કર્યું છે, કારણ કે અમે ફિલ્મનું શૂટિંગ પણ ત્યાં જ કર્યું છે અને મને આ શહેર પણ ખૂબ પસંદ છે.’

પત્નીને તેનો પતિ થપ્પડ મારે છે એ બાબતને ધ્યાનમાં રાખતા લોકો પણ ઘરેલુ હિંસા પર ચર્ચા કરવા માંડે એ જ આ ફિલ્મનો ઉદ્દેશ છે. એ વિશે વધુ માહિતી આપતાં અનુભવ સિંહાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ સ્ત્રી અને પુરુષોનાં લગ્ન અને એની બહારના સંબંધોને દેખાડે છે. આ ફિલ્મમાં એવા મુદ્દા પર પ્રકાશ પાડવામાં આવશે જે દુર્ભાગ્યવશ સામાન્ય બાબત બની ગઈ છે. ઘણી વખત આપણે પણ આવી સ્થિતિમાંથી પસાર થઈએ છીએ જેને આપણે અવગણીએ છીએ. ખરું કહું તો કોઈના વર્તનને સારું બનાવવા માટે પહેલાં તેના વર્તનને અયોગ્ય જણાવવું ખૂબ જરૂરી છે.’

anubhav sinha taapsee pannu bollywood bollywood news bollywood gossips