આવનારા પાંચ વર્ષ મારા માટે ખૂબ જ મહત્ત્વનાં છે : જૉન એબ્રાહમ

05 May, 2019 09:43 AM IST  |  મુંબઈ

આવનારા પાંચ વર્ષ મારા માટે ખૂબ જ મહત્ત્વનાં છે : જૉન એબ્રાહમ

જૉન એબ્રાહમ

જૉન એબ્રાહમનું માનવું છે કે આગામી પાંચ વર્ષ તેના માટે ખૂબ અગત્યનાં છે. જૉને ઘણી સારી ફિલ્મો આપી છે, પરંતુ હજી તેની શ્રેષ્ઠ ફિલ્મ આવવાની બાકી છે. આ વિશે વધુ જણાવતાં જૉને કહ્યું હતું કે ‘હું જે દિવસથી પ્રોડ્યુસર બન્યો છું એ દિવસથી એક કલાકાર તરીકેનાં મારાં પર્ફોર્મન્સમાં અતિશય પ્રગતિ જોવા મળી રહી છે. સીધું કારણ એ છે કે મને એવી ફિલ્મો નહોતી મળતી જેવી હું કરવા માગતો હતો અથવા તો લોકો જોવા માગતા હતા. એથી હું જ્યારે પ્રોડ્યુસર બન્યો તો મેં ન માત્ર ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું શરૂ કર્યું પરંતુ મેં એવી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું જે મને પસંદ હતી. સાથે જ ‘RAW’ જેવી ફિલ્મમાં કામ કરીને મેં એક દાખલો પણ બેસાડ્યો છે.’

લોકોનો ફિલ્મ પ્રતિ જોવાનો દ્ષ્ટિકોણ બદલવામાં આવશે એ વિશે વધુ જણાવતાં જૉને કહ્યું હતું કે ‘મારું બેસ્ટ પર્ફોર્મન્સ હજી આવવાનું બાકી છે. આવનારા પાંચ વર્ષ મારા માટે ખૂબ અગત્યનાં છે કારણ કે હું જાણું છું કે હું શેના પર રિસર્ચ કરી રહ્યો છું, હું એ પણ જાણું છું કે મારી પાસે કયા પ્રોજેક્ટ છે અને હું એ પણ જાણું છું કે મારા પ્રોડક્શન હાઉઝ JA એન્ટરટેઇનમેન્ટને હું પાંચ વર્ષ બાદ કઈ દિશામાં લઈ જવા માગું છું.

આ પણ વાંચો : ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેક પ્રકારના ઍક્ટર્સ માટે જગ્યા છે : ભૂમિ પેડણેકર

મેં જે રીતે આયુષ્માન ખુરાનાને ‘વિકી ડોનર’ દ્વારા બૉલીવુડમાં લૉન્ચ કર્યો હતો એ જ રીતે હું અન્ય કલાકારોને પણ આગામી પાંચ વર્ષમાં આ ઇન્ડસ્ટ્રીમાં લઈને આવવાનો છું. હું જાણું છું કે અન્ય કલાકારોને આ ઇન્ડસ્ટ્રીમાં અમે લઈને આવી રહ્યા છીએ. હું એ પણ જાણું છું કે અમે લોકોનો કલાકાર, સ્ક્રિપ્ટસ અને ફિલ્મો પ્રતિ જોવાનો દ્ષ્ટિકોણ બદલવાના છીએ એ ખૂબ જ અગત્યનું છે.’

john abraham bollywood news