વીકએન્ડમાં ધ લાયન કિંગએ ભારતમાં કર્યો 54.75 કરોડ રૂપિયાનો બિઝનેસ

23 July, 2019 12:03 PM IST  | 

વીકએન્ડમાં ધ લાયન કિંગએ ભારતમાં કર્યો 54.75 કરોડ રૂપિયાનો બિઝનેસ

‘ધ લાયન કિંગ’

‘ધ લાયન કિંગ’એ ભારતમાં ત્રણ દિવસમાં ૫૪.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ૧૯ જુલાઈએ આ ફિલ્મ ઇંગ્લિશ, હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાને મુફસા અને આર્યન ખાને સિમ્બાને અવાજ આપ્યો છે. રિલીઝનાં પહેલા દિવસે શુક્રવારે ફિલ્મે ૧૧.૦૬ કરોડનો બિઝનેસ કર્યો હતો.

આ પણ વાંચો : ધ લાયન કિંગને મળી રહેલા પ્રતિસાદથી ખુશ છે શાહરુખ

શનિવારે ૧૯.૧૫ કરોડ અને રવિવારે ૨૪.૫૪ કરોડ સાથે ટોટલ ૫૪.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ધ લાયન કિંગ’ બૉક્સ-ઑફિસ પર આંકડાઓની ગર્જના કરી રહી છે.

Shah Rukh Khan aryan khan bollywood news