ધ ફોરગોટન આર્મીએ લાઇવ પર્ફોર્મન્સ કરી બનાવ્યો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ

26 January, 2020 03:55 PM IST  |  Mumbai Desk

ધ ફોરગોટન આર્મીએ લાઇવ પર્ફોર્મન્સ કરી બનાવ્યો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ

શાબાશ : રેકૉર્ડના સર્ટિફિકેટ સાથે ધ ફોરગોટન આર્મીની ટીમ.

ડિરેક્ટર કબીર ખાનની ‘ધ ફોરગોટન આર્મી - આઝાદી કે લિયે’નાં મ્યુઝીક આલ્બમ પર એક હજાર કલાકારોની સાથે ગિનીસ વર્લ્ડ રેકૉર્ડ બનાવવામાં આવ્યો છે. ઍમેઝોન પ્રાઇમ વિડિયોએ એક વિશાળ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં એક હજાર ગાયકોએ મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટની સાથે શાનદાર પર્ફોર્મન્સ આપ્યુ હતું. પ્રીતમે એને મ્યુઝીક આપ્યુ હતું. આ સિદ્ધિને લઈને ખુશી વ્યક્ત કરતાં કબીર ખાને કહ્યું હતું કે ‘આ કુશળતાની સાથે એક ઊંચા સ્તરનું ધમાકેદાર પર્ફોર્મન્સ હતું. લાર્જેસ્ટ ઇન્ડિયન સિનેમેટિક મ્યુઝીકલ બેન્ડને જોવુ અને એમને સાંભળવા માટે આ કાર્યક્રમમાં હાજર રહેવુ મારા માટે ખુશીની વાત છે. ઍમેઝોન ઓરિજિનલ સિરીઝ ‘ધ ફોરગોટન આર્મી - આઝાદી કે લિયે’નાં મ્યુઝીકને લૉન્ચ કરવા અને આપણાં દેશનાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો આ સારો અવસર હતો. એ માટે હું ઍમેઝોન પ્રાઇમ વિડિયોને શુભેચ્છા આપુ છું.’

તો બીજી તરફ પ્રીતમે કહ્યું હતું કે ‘હું આઝાદ હિન્દ ફૌજનાં બહાદૂર સૈનિકોની યાદમાં આયોજિત, પ્રતિભાશાળી સંગીતકારોનાં આ સામૂહિક પર્ફોર્મન્સમાં સામેલ થઈને ખૂબ ઉત્સાહિત છું. પ્રજાસત્તાક દિન નિમીત્તે આપણે સૌ કોઈ સાથે મળીને આપણાં ઇતિહાસ અને ભારતીય રાષ્ટ્રીય સેનાનાં ત્યાગને સમજવાનો પ્રયાસ કરીએ.’

bollywood bollywood news bollywood gossips