ઠાકરેના મેકર્સને ફિલ્મોની ટક્કરથી ફરક નથી પડતો

29 December, 2018 08:40 AM IST  | 

ઠાકરેના મેકર્સને ફિલ્મોની ટક્કરથી ફરક નથી પડતો

નવાઝુદ્દીન સિદ્દીકી

‘ઠાકરે’ના ડિરેક્ટર અભિજિત પણસેનું કહેવું છે કે તેની ફિલ્મ સાથે બીજી કોઈ પણ ફિલ્મ રિલીઝ થશે તો પણ તેની ફિલ્મને કોઈ ફરક પડવાનો નથી. તેનું માનવું છે કે જો ફિલ્મો સારી હોય તો એ અચૂક સફળ થાય છે. ‘ઠાકરે’ની સાથે જ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’, ‘સુપર ૩૦’ અને ‘ચીટ ઇન્ડિયા’ પણ રિલીઝ થવાની છે. આ અગાઉ ચિત્રપટ સેનાના સેક્રેટરી બાળા લોકરેએ ફેસબુક પર પોસ્ટ કર્યું હતું કે ‘ઠાકરે’ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ દિવસે તેઓ અન્ય કોઈ ફિલ્મને રિલીઝ નહીં થવા દે એવી ધમકી તેમણે સોશ્યલ મીડિયા પર આપી હતી. આ વિશે વધુ જણાવતાં અભિજિતે કહ્યું હતું કે ‘અમે પહેલેથી જ રિલીઝની તારીખ જાહેર કરી હતી. અમે એને ચેન્જ નહીં કરીએ. પહેલાં અમે ફિલ્મને ૨૩ જાન્યુઆરીએ ઠાકરે સરની બર્થ-ઍનિવર્સરી વખતે રિલીઝ કરવાના હતા, પરંતુ બાદમાં અમે ફિલ્મને ૨૫ જાન્યુઆરીએ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો : બાળ ઠાકરેની બોલવા-ચાલવાની ટેવ શીખવી ખૂબ મુશ્કેલ હતું : નવાઝુદ્દીન સિદ્દીકી

અન્ય ફિલ્મોની વાત કરું તો દર વર્ષે બાવન કરતાં પણ વધુ ફિલ્મો રિલીઝ થાય છે. દર શુક્રવારે એક, બે અથવા ત્રણ ફિલ્મો તો રિલીઝ થાય જ છે. લોકો પણ બધું જાણે જ છે. તેઓ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ અને ‘ચીટ ઇન્ડિયા’ પણ જોવાના છે. જો ફિલ્મો સારી હોય તો એ સફળ થાય છે. એક ડિરેક્ટર તરીકે મારી ઇચ્છા છે કે ત્રણેય ફિલ્મો સફળ નીવડે.’

nawazuddin siddiqui bollywood news