Tejas first look: 'તેજસ'નો કંગના રણોટનો ફર્સ્ટ લૂક, જુઓ તસવીર

17 February, 2020 12:59 PM IST  |  Mumbai Desk

Tejas first look: 'તેજસ'નો કંગના રણોટનો ફર્સ્ટ લૂક, જુઓ તસવીર

બોલીવુડ એક્ટ્રેસ કંગના રણોટ હાલ પોતાની રિલીઝ 'પંગા'ને લઈને ચર્ચામાં છે. તો હવે કંગના પોતાની વધુ એક નવી ફિલ્મને લઇને ચર્ચામાં છવાઇ રહી છે. કંગના ટૂંક સમયમાં જ ફિલ્મ 'તેજસ'માં દેખાવાની છે. આ ફિલ્મમાંથી કંગનાનો ફર્સ્ટ લૂક સામે આવી ગયો છે. આ ફિલ્મમાં કંગના પહેલી વાર એરફોર્સ પાયલટના રોલમાં દેખાવાની છે. કંગનાની તેજસનું નિર્દેશન સર્વેશ મેવાડા કરી રહ્યા છે. તો રૉની સ્ક્રૂવાલા આને પ્રૉડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મની શૂટિંગની વાત કરીએ તો આ જુલાઇથી શરૂ થઈ જશે.

કંગના રણોટ હંમેશાથી જ પોતાની જબરજસ્ત એક્ટિંગ માટે ઓળખાય છે. તો ફરી એકવાર તે પોતાની આગામી 'તેજસ'માં એક અલગ જ પાત્રમાં દેખાશે. આ ફિલ્મમાં કંગનાનો ફર્સ્ટ લૂક સામે આવી ચૂક્યો છે. જેમાં તે એક એરફોર્સ પાયલટના ડ્રેસમાં દેખાય છે. તસવીરમાં તમે જોઇ શકો છો કે તે હાથમાં હેલ્મેટ લઈને ખૂબ જ આત્મવિશ્વાસ અને જોશથી ભરાયેલી દેખાય છે. તસવીરમાં તેની પાછળ એક જેટ ફાઇટર દેખાઇ રહ્યું છે.

'તેજસ'ના ફર્સ્ટ લૂકની તસવીર કંગના રણોટની ટીમે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. તસવીર શૅર કરતાં કૅપ્શનમાં લખ્યું, "યૂનિફોર્મમાં બધાં જ બહાદૂર હ્રદય અને મજબૂત મહિલાઓ માટે જે આપણાં દેશ માટે દિવસ રાત ન્યોછાવર કરી દે છે..." જો કે, આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એ વિશે હજી કોઇ જ માહિતી સામે આવી નથી. જો કે, ફિલ્મને લઈને કંગના ખૂબ જ એક્સાઇટેડ છે.

kangana ranaut bollywood bollywood news bollywood gossips