પ્રત્યેક સીન પછી તબુ મૉનિટરમાં પોતાનું કામ ચેક કરતી નથી : શ્રીરામ રાઘવન

08 July, 2019 10:33 AM IST  |  મુંબઈ

પ્રત્યેક સીન પછી તબુ મૉનિટરમાં પોતાનું કામ ચેક કરતી નથી : શ્રીરામ રાઘવન

શ્રીરામ રાઘવન

ફિલ્મના પ્રત્યેક સીન પછી તબુ મૉનિટરમાં પોતાનું કામ ચેક કરતી નથી એમ જ‌ણાવતાં ‘અંધાધુન’ ફિલ્મના ડિરેક્ટર શ્રીરામ રાઘવને જણાવ્યું હતું કે તબુની આ જ આદતને કારણે બધા જ ડિરેક્ટર્સ તેમની સાથે કામ કરવા ચાહે છે. શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘અંધાધુન’ ઑસ્ટ્રેલિયાના ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન માટે પસંદગી પામી છે. ‘અંધાધુન’ ગયા વર્ષે ઑક્ટોબરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને રાધિકા આપ્ટે પણ હતાં.

ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશન દ્વારા ફિલ્મ પ્રોડ્યુસર વિજય આનંદને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલા સમારોહ માસ્ટરક્લાસમાં અનેક અગ્રણી ફિલ્મ પ્રોડ્યુસર્સ અને યુવા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તબુ સાથે કામ કરવાના અનુભવ વિશે જણાવતાં શ્રીરામ રાઘવને કહ્યું હતું કે ‘મોટા ભાગે સ્ક્રિપ્ટ લખાઈ ગયા પછી હું કાસ્ટની પસંદગી વિશે વિચાર કરું છું. જોકે તબુનું કૅરેક્ટર લખતી વખતે જ મારા મનમાં તેનું નામ સ્પષ્ટ હતું.

આ પણ વાંચો : હું ખૂબ ખુશ છું કે મેં મારી સહજબુદ્ધિથી ફિલ્મની પસંદગી કરી છે: આયુષ્માન

મેં તેનો સંપર્ક કર્યો ત્યારે તે એકદમ જ કૂલ હતી. હું પાત્ર વિશે સમજાવી રહ્યો હતો ત્યારે તે ખૂબ જ ઉત્સાહી હતી. તે એક એવી કલાકાર છે જે દરેક દૃશ્ય બાદ મૉનિટરમાં જોતી નથી. તબુ વ્યાવસાયિક અભિગમ ધરાવતી ખૂબ જ સરળ કલાકાર છે. એક કલાકાર તરીકે હું તબુને માન આપું છું. અને તેની સાથે કામ કરવા મળ્યું અને ફિલ્મ પણ સારી ચાલી એથી હું ખુશ છું.’

sriram raghavan tabu bollywood news