સાંડ કી આંખ માટે ઍર પિસ્ટલ ચલાવતાં શીખી રહી છે તાપસી

24 February, 2019 10:07 AM IST  | 

સાંડ કી આંખ માટે ઍર પિસ્ટલ ચલાવતાં શીખી રહી છે તાપસી

તાપસી પન્નુ

તાપસી પન્નુ ‘સાંડ કી આંખ’ માટે ઍર પિસ્ટલ અને રાઇફલ-શૂટિંગ શીખી રહી છે. આ ફિલ્મ ઉત્તર પ્રદેશના જોહરી ગામમાં રહેતી સૌથી વૃદ્ધ શાર્પશૂટર્સ ચન્દ્રો તોમર અને પ્રકાશી તોમરના જીવન પર આધારિત છે. પોતાની ટ્રેઇનિંગ વિશે જણાવતાં તાપસીએ કહ્યું હતું કે ‘હું દરરોજ ચાર કલાક ટ્રેઇનિંગ લઉં છું. હું અને મારો કોચ દરરોજ સવારે શૂટિંગ માટે જઈએ છીએ. અમે આ સ્પોર્ટ્સનો વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો હતો. કેવી રીતે ગન પકડવી, એની બારીકાઈ અને ટ્રિક્સની સાથે જ સલામતીનો પણ પૂરો ખ્યાલ રાખીએ છીએ.

આ પણ વાંચો: મને પ્રિયંકા ચોપડા જેવી મહત્વાકાંક્ષા નથી : કરીના

શૂટિંગ એવી વસ્તુ નથી કે એને સરળતાથી શીખી શકાય. હું ખૂબ ગભરાતી હતી, પરંતુ મારી માનસિક નબળાઈ દૂર કરવા માટે મેં આ ફિલ્મ કરવાનું પસંદ કયુંર્. મારા માટે આ ચૅલેન્જિંગ રોલ છે.’

taapsee pannu bollywood news anurag kashyap