હું અમૃતા પ્રીતમનું પાત્ર નથી ભજવી રહી : તાપસી પન્નુ

12 September, 2019 12:43 PM IST  |  મુંબઈ

હું અમૃતા પ્રીતમનું પાત્ર નથી ભજવી રહી : તાપસી પન્નુ

તાપસી પન્નુ

તાપસી પન્નુએ જાહેર કર્યું છે કે તે અમૃતા પ્રીતમ નથી બની રહી. મંગળવારે તેણે અમૃતા પ્રીતમની એક કવિતા પોસ્ટ કરી હતી. આથી તે તેમની બાયોપિક કરી રહી હોય એવી ચર્ચાએ વેગ પકડ્યું હતું. આ વિશે તાપસીએ કહ્યું હતું કે ‘એ ખૂબ જ દુખની વાત છે કે મારી ટ્વીટને મોટાભાગના લોકો સમજી નથી શક્યા. જો હું આટલું ભવ્ય પાત્ર ભજવી રહી હોઉં તો પછી એ વિશે આડકતરી રીતે શું કામ લોકોને જણાવું.

આ પણ વાંચો : મહિલા પ્રધાન ફિલ્મને સપોર્ટ કરવા માટે અક્ષયકુમારની પ્રશંસા કરી કંગના રનોટે

હકિકત એ છે કે અનુભવ સિંહાની ‘ઠપ્પડ’માં મારું નામ અમૃતા છે. તેમની કવિતા મારા પાત્ર સાથે બંધબેસે છે અને એના સુમેળ ખાતર મેં એ કવિતા લખી હતી નહીં કે હું તેમનું પાત્ર ભજવી રહી છું.’

taapsee pannu bollywood news