સાંડ કી આંખની દરેક વસ્તુ મારા માટે એલિયન જેવી : તાપસી પન્નુ

09 April, 2019 11:52 AM IST  | 

સાંડ કી આંખની દરેક વસ્તુ મારા માટે એલિયન જેવી : તાપસી પન્નુ

તાપસી પન્નુ

તાપસી પન્નુ ‘સાંડ કી આંખ’માં દરેક વસ્તુનો પહેલી વાર અનુભવ કરી રહી છે. આ ફિલ્મમાં તે શાર્પશૂટરના રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મ ઉત્તર પ્રદેશમાં રહેતી સૌથી વૃદ્ધ શાર્પશૂટર્સ ચન્દ્રો તોમર અને પ્રકાશી તોમરના જીવન પર આધારિત છે. ચન્દ્રોએ ૩૦ નૅશનલ ચૅમ્પિયનશિપ્સ જીતી છે. પ્રકાશી વિશ્વની બીજી સૌથી વૃદ્ધ શાર્પશૂટર્સ છે. ફિલ્મને લઈને તાપસીએ કહ્યું હતું કે ‘મેં અત્યાર સુધી જે પણ ફિલ્મોમાં કામ કર્યું છે તેમાં મને એકાદ બાબત એવી મળી જતી હતી જેની સાથે હું રિલેટ કરતી હતી, પરંતુ આ ફિલ્મના કૅરૅક્ટરમાં અને મારામાં એક પણ વસ્તુની સમાનતા દેખાતી નથી. મારી ઉંમર, બૅકગ્રાઉન્ડ અને ભાષા પણ અલગ છે. શૂટિંગ કરવું પણ મને પસંદ નથી. દરેક બાબત મારા માટે અજાણી છે. જોકે ફિલ્મની સ્ક્રિપ્ટ સારી હોવાથી એ મારા દિલને સ્પર્શી ગઈ હતી. આ જ કારણસર હું ફિલ્મને ના નહોતી પાડી શકી. જો આ ફિલ્મ સારી ચાલી તો લોકો એને આજીવન યાદ રાખશે અને કદાચ એવું પણ બને કે તેઓ અમારા પર હસશે.’

૬૦થી ૬૫ વર્ષની મહિલાની બૉડી-લૅન્ગ્વેજને અપનાવવી અને હરિયાણાની ભાષા બોલવી એને ચૅલેન્જિંગ જણાવતાં તાપસીએ કહ્યું હતું કે ‘મેં શૂટિંગ શીખવા માટે થોડાં અઠવાડિયાં ટ્રેઇનિંગ લીધી હતી. સૌથી અઘરી વસ્તુ જો કોઈ હોય તો એ હતું ૬૦થી ૬૫ વર્ષની મહિલાની બૉડી-લૅન્ગ્વેજ મુજબ કામ કરવું. તેઓ મૂળ હરિયાણાનાં હતાં, પરંતુ ઉત્તર પ્રદેશમાં રહેતાં હતાં. એથી જ સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ હતી કે તેમની હરિયાણવી અને ઉત્તર પ્રદેશની હિન્દી એકબીજામાં મિક્સ થઈ જતી હતી.

આ પણ વાંચો : કોઈ પણ ઇશ્યુ પર સાઇલન્ટ રહેવું ડેન્જરસ છે : કબીર ખાન

જોકે દર્શકો એને સમજી શકે એ માટે અમે એને સરળ રાખી છે. મારી હિન્દી સારી છે, કારણ કે હું દિલ્હીમાં રહેતી હતી. મેં હરિયાણવી ભાષા સાંભળી હતી, પરંતુ કદી બોલવાનો પ્રયાસ કર્યો નહોતો. મારા માટે એ શીખવી પણ એક ચૅલેન્જ હતી. મારે એક મમ્મી અને દાદી જેવું પણ વર્તન કરવાનું હતું. આ તમામ ઇમોશન્સનો મને કદી અનુભવ નથી થયો અને એથી જ દરેક દૃશ્ય ચૅલેન્જિંગ રહ્યું છે.’

taapsee pannu bollywood news anurag kashyap bhumi pednekar