ટેડ ટૉક્સ : નઈ બાતના સેટ પર નો પ્લાસ્ટિકની શાહરુખે આપી પ્રોમિસ

05 October, 2019 12:31 PM IST  |  મુંબઈ

ટેડ ટૉક્સ : નઈ બાતના સેટ પર નો પ્લાસ્ટિકની શાહરુખે આપી પ્રોમિસ

શાહરુખ ખાન

શાહરુખ ખાને કહ્યું હતું છે કે ‘ટેડ ટૉક્સ : નઈ બાત’ના સેટ પર તે હવે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે. સ્ટાર પ્લસ પર શાહરુખ ખાન ફરી ‘ટેડ ટૉક્સ : નઈ બાત’ની બીજી સીઝન લઈને આવી રહ્યો છે. આ શો બીજી નવેમ્બરે એટલે કે તેના જન્મદિવસે રજૂ કરવામાં આવશે. આ શોમાં અલગ-અલગ ક્ષેત્રની ૨૬ પર્સનાલિટીને પસંદ કરવામાં આવી છે. આ પર્સનાલિટી સ્વાસ્થય, પર્યાવરણ, યૌનશોષણ, નવી ટૅક્નોલૉજી અને લોકોમાં જાગરૂક્તા ફેલાવનાર વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવશે. આ શોના લૉન્ચ દરમ્યાન શાહરુખ ખાન અને ‘ટેક ટૉક્સ’ ઇન્ડિયાના મેકર્સ દ્વારા ‘નો પ્લાસ્ટિક’ની પ્રતિજ્ઞા લેવામાં આવી છે. જોકે આ પહેલાં પણ વરુણ ધવન સહિત ઘણાં ઍક્ટર્સ તેમના સેટ પર પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં નહીં આવે એવું વચન આપી ચૂક્યાં છે.

આ પણ વાંચો : ફૅસ ઑફ એશિયા બની ભૂમિ પેડણેકર

એક-બે મહિનામાં મારી ફિલ્મની જાહેરાત કરીશ : શાહરુખ ખાન

શાહરુખ ખાને જણાવ્યું હતું કે તે એકાદ બે મહિનામાં તેની ફિલ્મની જાહેરાત કરશે. ‘ઝીરો’ બાદ શાહરુખે કોઈ ફિલ્મ સાઈન નથી કરી. જોકે કેટલીક ફિલ્મો તે કરી રહ્યો હોવાની અફવા તો છાશવારે ઉડતી રહે છે. એવી ચર્ચા ચાલે છે કે તે યશરાજ ફિલ્મ્સની ‘ધૂમ 4’માં જોવા મળશે. તો ક્યારેક એવુ સાંભળવા મળે છે કે તે હૉલીવુડની ‘કિલ બિલ’ની હિન્દી રીમેકમાં કામ કરશે. આ સાથે જ સંજય લીલા ભણસાલીની ‘ઇન્શાઅલ્લાહ’ માટે પણ તેનું નામ જોરશોરમાં ચાલી રહ્યું છે. આ બધી અફવા પર વિરામ લગાવતાં શાહરુખે કહ્યું હતું કે ‘હું હાલમાં વિચારી રહ્યો છું અને એમાં થોડો સમય પણ લાગશે. હું બે-ત્રણ સ્ક્રિપ્ટસ પર કામ કરી રહ્યો છું અને ઇન્શાઅલ્લાહ એનાં પર જેવુ કામ પૂરુ થશે હું એની જાહેરાત કરીશ. હું જે પણ લોકો સાથે કામ કરી રહ્યો છું તે બધા હાલમાં બિઝી છે. એથી ઇન્શાઅલ્લાહ હું જ મારી જાતે એની જાહેરાત કરીશ. મને લાગે છે કે ત્યાં સુધી અફવાઓ ફેલાતી રહેશે. જોકે એક રીતે એ સારુ પણ છે કારણ કે એમાંથી મને આઇડિયાઝ પણ મળી છે. લોકો કહેતા હતાં કે હું ‘ટાર્ઝન એન્ડ જેન’માં કામ કરવાનો છું. એથી હું પણ ચાહુ છું કે મને ટાર્ઝનનો રોલ મળે, પરંતુ ના. મને લાગે છે કે ઇન્શાઅલ્લાહ એકાદ બે મહિનામાં હું દરેક વસ્તુઓને સ્પષ્ટ કરી દઈશ.’

Shah Rukh Khan bollywood news