ધી વર્ડિક્ટમાં પહેલી વખત આવ્યો છે સિલ્વિયાનો પૉઇન્ટ ઑફ વ્યુ

01 October, 2019 03:54 PM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

ધી વર્ડિક્ટમાં પહેલી વખત આવ્યો છે સિલ્વિયાનો પૉઇન્ટ ઑફ વ્યુ

ધ વર્ડિક્ટ

બાલાજી ટેલિફિલ્મ્સ અને ઝી ગ્રુપના ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થયેલી ‘ધી વર્ડિક્ટ - સ્ટેટ વર્સસ નાણાવટી’ ૫૦ના દસકામાં બનેલા અને અત્યંત ચર્ચાસ્પદ બનેલા નાણાવટી મર્ડરકેસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. ગયા વર્ષે આ જ વિષય પર અક્ષયકુમારની ‘રુસ્તમ’ પણ બની હોવા છતાં એ જ વિષય પર વેબ-સિરીઝ બનાવવાની બાબતમાં એકતા કપૂરે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે ‘ધી વર્ડિક્ટ’ દ્વારા પહેલી વખત આ આખી ઘટનાનું મૂળ એવી સિલ્વિયા નાણાવટીનો પૉઇન્ટ ઑફ વ્યુ વાપરવામાં આવ્યો છે. આ અગાઉ ક્યારેય નથી થયું. ૧૯પ૯માં ઘટના બની એ સમયથી આજ સુધી સૌકોઈએ સિલ્વિયાના હસબન્ડ ક્વાસ નાણાવટીના દૃષ્ટિકોણને જ જોયો છે, પણ હવે પહેલી વખત સિલ્વિયાનો પૉઇન્ટ ઑફ વ્યુ પણ લોકો સમક્ષ આવશે.

‘ધી વર્ડિક્ટ’માં સિલ્વિયાનું કૅરૅક્ટર એલી અવરામ કરે છે. એલી અવરામ અગાઉ અનેક ફિલ્મો કરી ચૂકી છે અને સાઉથમાં તેની બોલબાલા છે, પણ ‘ધી વર્ડિક્ટ’ એલીની પહેલી વેબ-સિરીઝ છે. એલી ઉપરાંત સિરિયલમાં માનવ કૌલ, સૌરભ શુક્લા, સુમીત વ્યાસ, મકરંદ દેશપાંડે, અંગદ બેદી અને શિવાનંદ કિરકીરે જેવા થિયેટરના જાણીતા કલાકારો પણ છે.
‘ધી વર્ડિક્ટ’ AltBalaji અને Zee5 પર જોવા મળશે.

Rashmin Shah