સુશાંત સિંહ રાજપૂતની રાઇફલમૅન સપડાઈ કાયદાની આંટીઘૂંટીમાં

22 January, 2019 11:09 AM IST  | 

સુશાંત સિંહ રાજપૂતની રાઇફલમૅન સપડાઈ કાયદાની આંટીઘૂંટીમાં

સુશાંત સિંહ રાજપૂત

જોકે આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ કાયદાકીય આંટીઘૂંટીમાં સપડાઈ ગઈ છે. આ ફિલ્મના મૅકર્સે ‘૭૨ અવર્સ : માર્ટીર હૂ નેવર ડાઇડ’ની ટીમને લીગલ નોટિસ મોકલી છે. ‘૭૨ અવર્સ : માર્ટીર હૂ નેવર ડાઇડ’ ૧૮ જાન્યુઆરીએ રિલીઝ થઈ ચૂકી છે. ‘રાઇફલમૅન’ના મૅકર્સનું કહેવું છે કે આ ફિલ્મને બનાવવાના રાઇટ્સ તેમની પાસે છે. આ ફિલ્મ રાઇફલમૅન જસવંત સિંહ રાવતની લાઇફ પર આધારિત છે. જોકે સામા પક્ષે ‘૭૨ અવર્સ : માર્ટીર હૂ નેવર ડાઇડ’ના મૅકર્સે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી હતી, જેમાં આ ફિલ્મના પ્રોડ્યુસર અને વકીલ પણ હાજર હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ પાછી પાની નહીં કરે.

આ પણ વાંચો : હું રિસ્ક લેવાથી ગભરાતો નથી : આનંદ એલ. રાય

આ બન્ને ફિલ્મના મેકર્સનું કહેવું છે કે ફિલ્મના રાઇટ્સ બન્ને પાસે છે. ‘૭૨ અવર્સ : માર્ટીર હુ નેવર ડાઇડ’ના મેકર્સનું કહેવું છે કે તેમણે ૨૦૧૫માં જસવંતસિંહ રાવતના ભાઈ વિજય રાવત અને તેમની મમ્મી પાસે આ ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા હતા. જોકે આ બન્ને ફિલ્મોના મેકર્સ એકબીજા સામે કાયદાકીય પગલાં લેવા જઈ રહ્યા છે.

sushant singh rajput bollywood news