આયુષ્માન ખુરાનાએ જણાવી બાલા નામ પાછળની સ્ટોરી

02 November, 2019 05:47 PM IST  |  મુંબઈ ડેસ્ક

આયુષ્માન ખુરાનાએ જણાવી બાલા નામ પાછળની સ્ટોરી

મુંબઈ : આયુષ્માન ખુરાનાએ તેની ‘બાલા’નું નામ કઈ રીતે રાખવામાં આવ્યુ એના વિશે જણાવ્યું હતું. આયુષ્માને એક પછી એક એમ કેટલીક હિટ ફિલ્મો આપી છે. તેની ફિલ્મોની ચૉઇસ પણ હટકે છે. ‘બાલા’ની સ્ટોરી એક એવી વ્યક્તિની છે જેના વાળ સમય પહેલાં ખરી જાય છે. ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ વિજન અને ડિરેક્ટર અમર કૌશિક છે. ફિલ્મનું ટાઇટલ પોતે જ સૂચવ્યુ હતું એ વિશે જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘આ નામનો આઇડિયા મારા દિમાગમાં આવ્યો હતો. મને યાદ છે કે એ સમયમાં અમે ચર્ચા કરતા હતા કે ફિલ્મનું ટાઇટલ શું રાખવામાં આવે. અમને વિચિત્ર, નાનું અને મજાકિયું ટાઇટલ જોઈતું હતું જે અમારી ફિલ્મની સ્ટોરીની સાથે બંધ બેસે. હું જાણતો હતો કે અમને એવું નામ જોઈએ છે કે લોકો એની નોંધ લે અને સાથે જ એ લોકોના ચહેરા પર પણ સ્માઇલ લાવી શકે. જોકે એવું નામ શોધવું અમારા માટે એક મુશ્કેલ કામ હતું. મને હજી પણ યાદ છે કે હું દિવસરાત લગભગ ૩૦ દિવસો સુધી એના વિશે વિચારતો હતો અને અચાનક જ ખબર નહીં પણ કઈ રીતે એ નામ મારા દિમાગમાં આવી ગયું. મેં તરત મારા પ્રોડ્યુસરને કૉલ કર્યો હતો અને કહ્યું હતું કે મને ફિલ્મનું ટાઇટલ મળી ગયું છે. એ નામ છે બાલા. આ નામ સાંભળ્યા બાદ તો દિનુ (દિનેશ વિજન) ખૂબ હસ્યો હતો. હું પણ ત્યારે જ જાણી ગયો હતો કે આ સારું ટાઇટલ મળી ગયું છે અને લોકોને પણ એ ખૂબ હસાવશે. લોકોનો અભિપ્રાય લેવા માટે દિનુ અને મેં અમારા ઓળખીતા લોકોને આ ટાઇટલ વિશે જણાવ્યું હતું. સદ્નસીબે લોકોએ એકસરખો જ રિસ્પૉન્સ આપ્યો હતો. અમને ખાતરી હતી કે આ ટાઇટલ લોકોને જરૂર પસંદ પડશે અને ખરેખર અમારો ઉદ્દેશ પણ સાકાર થયો.’

bollywood bollywood news bollywood gossips ayushmann khurrana entertaintment