રાજકુમાર બડજાત્યાનું ગઈ કાલે થયું અવસાન

22 February, 2019 07:55 AM IST  | 

રાજકુમાર બડજાત્યાનું ગઈ કાલે થયું અવસાન

રાજકુમાર બડજાત્યા

સૂરજ બડજાત્યાના પિતા રાજકુમાર બડજાત્યાનું ગઈ કાલે મુંબઈની એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં અવસાન થયું હતું. તેમણે રાજશ્રી પ્રોડક્શનના નેજા હેઠળ ‘હમ આપકે હૈં કૌન’, ‘હમ સાથ સાથ હૈં’, ‘વિવાહ’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી અનેક પારિવારિક ફિલ્મો બનાવી હતી એટલુ જ નહીં; તેમણે ‘મૈંને પ્યાર કિયા’ જેવી ફિલ્મ બનાવીને સલમાન ખાનને બૉલીવુડમાં સ્ટાર બનાવી દીધો હતો. રાજબાબુના નામથી પ્રખ્યાત રાજકુમાર બડજાત્યાના નિધન પર બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝે શોક વ્યક્ત કર્યો હતો. ‘સારાંશ’થી અનુપમ ખેરને બૉલીવુડમાં લાવવાનું શ્રેય પણ રાજકુમાર બડજાત્યાને જાય છે. ટ્વિટર પર અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘રાજકુમાર બડજાત્યાના નિધનના સમાચાર સાંભળતાં જ ખૂબ દુ:ખ થયુ છે. મારી પહેલી ફિલ્મ ‘સારાંશ’થી તેમને હું ઓળખું છું. તેઓ ખૂબ જ નમþ અને અદ્ભુત જ્ઞાનનો ભંડાર હતા. તેમનામાં એક બાળક જેવી ઉત્સુકતા હતી. તેમની સાથે તો હું કલાકો સુધી વાતો કરતો હતો. તેમની હંમેશાં યાદ આવશે. ઓમ શાંતિ.’

સોનમ કપૂર આહુજાએ પણ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘શ્રી રાજકુમાર બડજાત્યાના આકસ્મિક અવસાન પર મારી પાસે શબ્દો નથી કે હું મારી લાગણીને વ્યક્ત કરી શકું. હું ખૂબ નસીબદાર છું કે મને તેમની સાથે કામ કરવાની તક મળી. હું તેમના પરિવાર અને સ્નેહીજનો માટે પ્રાર્થના કરીશ.’

માધુરી દીક્ષિત નેનેએ પણ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘તેઓ ખૂબ વિનમ્ર હતા. તેમના પ્રતિ મને અપાર આદર હતો. રાજકુમાર બડજાત્યાજીના આકસ્મિક અવસાનથી ખૂબ દુ:ખ થયું છે. મારી ફિલ્મની જર્ની દરમ્યાન મને પ્રેરણા આપવા અને ગાઇડ કરવા માટે ખૂબ આભાર. સૂરજ બડજાત્યા અને તેમના કુટુંબને દુ:ખની આ ઘડીમાં પ્રભુ સહનશક્તિ આપે.’

આ પણ વાંચો : માતા બન્યા પછી બદલાયું એક્તા કપૂરનું રૂટિન

શબાના આઝમીએ પણ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘આ ખૂબ જ દુ:ખદ છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ખૂબ જ દયાળુ અને વિનમþ વ્યક્તિઓમાંના એક રાજકુમાર બડજાત્યાજીના નિધનથી તેમના કુટુંબ પ્રતિ સહાનુભૂતિ વ્યક્ત કરું છું.’

sooraj barjatya bollywood news rajshri productions