યશરાજની ફિલ્મમાં જોવા મળશે સોનુ સૂદ

12 January, 2020 11:27 AM IST  |  Mumbai Desk

યશરાજની ફિલ્મમાં જોવા મળશે સોનુ સૂદ

સોનુ સૂદને યશરાજ ફિલ્મ્સ દ્વારા સાઇન કરવામાં આવ્યો છે. જોકે કઈ ફિલ્મ માટે તે હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. સોનુએ હાલમાં જ ટ્વીટર પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં યશરાજ ફિલ્મ્સના લોગોવાળી સ્ક્રિપ્ટની ફાઇલ જોવા મળી રહી છે. આ ફિલ્મ અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ હોય તો નવાઈ નહીં. સોનુ સૂદ અગાઉ હૃતિક રોશન સાથે પિરિયડ ફિલ્મ ‘જોધા અકબર’માં કામ કરી ચૂક્યો છે. તેને કંગના રનોટની ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑપ ઝાંસી’માં પણ પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે ફિલ્મ અડધેથી છોડી દીધી હતી. આથી સોનુ સૂદને ફરી પિરિયડ ફિલ્મ માટે પસંદ કરવામાં આવ્યો હોય એવું બની શકે છે. આ સાથે જ યશરાજની ‘શમશેરા’ અને ‘બંટી ઔર બબલી ૨’ પણ આવી રહી છે. આ ફિલ્મોમાંથી પણ ગમે એ ફિલ્મ હોય શકે છે. ફોટો શૅર કરી સોનુ સૂદે ટ્વીટ કર્યું હતું કે ‘તમારા સપનાઓને ફૉલો કરો. તેમને રસ્તો ખબર હોય છે. ૨૦૨૦ ખૂબ જ સ્પેશ્યલ રહેવું છે તમે એ માટે તૈયાર થઈ જાઓ.’

sonu sood bollywood bollywood news bollywood gossips