કૅટરિનાએ સ્ટ્રીટ ડાન્સર ૩D છોડવા પહેલાં મને ફોન કરીને કહ્યું હતું: વરુણ

20 April, 2019 12:04 PM IST  |  સોનિલ દેઢિયા

કૅટરિનાએ સ્ટ્રીટ ડાન્સર ૩D છોડવા પહેલાં મને ફોન કરીને કહ્યું હતું: વરુણ

વરુણ ધવન

વરુણ ધવનનું કહેવું છે કે ‘સ્ટ્રીટ ડાન્સર ૩D’ને છોડતાં પહેલાં કૅટરિના કૈફે તેને ફોન કરીને એ વિશે જણાવ્યું હતું. રેમો ડિસોઝાની આ ફિલ્મમાં તેઓ બન્ને સાથે કામ કરવાનાં હતાં. આ બૉલીવુડની પહેલી ફિલ્મ છે જેને ૩Dમાં શૂટ કરવામાં આવશે. આ પહેલી ફિલ્મ હતી જેમાં તેઓ બન્ને સાથે કામ કરવાનાં હતાં. જોકે કૅટરિનાએ અચાનક ફિલ્મ છોડી દેતાં આ માટે શ્રદ્ધા કપૂરને પસંદ કરવામાં આવી છે. પ્રિયંકા ચોપડા જોનસે ‘ભારત’ને છોડી દેતાં કૅટરિનાને પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મની તારીખો સાથે ‘સ્ટ્રીટ ડાન્સર ૩D’ની તારીખો મિક્સ થવાથી તેણે ફિલ્મ છોડી હતી. આ વિશે વધુ જણાવતાં વરુણે કહ્યું હતું કે ‘અમારા માટે સાથે કામ કરવાની આ સુંદર તક હતી, પરંતુ તારીખોને કારણે એ શક્ય નથી બન્યું. તે આ ફિલ્મ કરવા માટે ખૂબ જ ઉત્સુક હતી અને તેણે અમને આ ફિલ્મના શેડ્યુલને પોસ્ટપોન કરવા પણ કહ્યું હતું. જોકે ઘણીબધી તૈયારીઓ થઈ ગઈ હોવાથી એ શક્ય નહોતું.’

આ પણ વાંચો: ફાઈનલી 19 વર્ષ બાદ શરૂ થશે 'હેરા ફેરી', પાછા ફરશે બાબુરાવ 1

આ ફિલ્મને અડધેથી છોડતાં વરુણ તેનાથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ વિશે પૂછતાં વરુણે કહ્યું હતું કે ‘તેણે મને ફોન કરીને કહ્યું હતું કે તે આ ફિલ્મ કેમ છોડવા માગે છે. આ તેની મૅચ્યોરિટી અને બીજા પ્રત્યેનો રિસ્પેક્ટ દેખાડે છે. મારા માટે આ ખૂબ જ મહત્વનું છે. અમે ભવિષ્યમાં જરૂર ફરી સાથે કામ કરીશું.’

varun dhawan katrina kaif bollywood news