'યે જવાની' રીમિક્સના કારણે ઓરિજિનલ ગીત નેટ પર શોધાય છે : રણધીર કપૂર

24 April, 2019 10:18 AM IST  |  | સોનિલ દેઢિયા

'યે જવાની' રીમિક્સના કારણે ઓરિજિનલ ગીત નેટ પર શોધાય છે : રણધીર કપૂર

રણધીર કપૂર

ઇન્ટરનેટ પર એના ઓરિજિનલ ગીતને સર્ચ કરે છે. ૧૯૭૨માં આવેલી ફિલ્મ ‘જવાની દીવાની’ના ગીતનું આ રીમિક્સ્ડ વર્ઝન છે. આ ગીતમાં રણધીર કપૂર અને જયા બચ્ચન જોવા મYયાં હતાં. આ ગીતના રીમિક્સમાં ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાન્ડે જોવા મળી રહ્યાં છે. આ રીમિક્સ્ડ વર્ઝન પર પ્રતિક્રિયા આપતાં રણધીર કપૂરે કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે ગીતોને રીક્રીએટ કરવામાં કોઈ વાંધો હોવો જોઈએ. ચાર દાયકાઓ પહેલાં આનું ઓરિજિનલ ગીત આવ્યું હતું. કેટલાય યંગસ્ટર્સ એવા પણ છે જે આ ઓરિજિનલ ગીતથી અજાણ છે. જોકે આજે આ રીમિક્સને કારણે દરેક જણ આ ઓરિજિનલ ગીતને જાણવા લાગ્યું છે. લોકો હવે ઓરિજિનલ ગીતને ઇન્ટરનેટ પર સર્ચ કરવા લાગ્યા છે. મેં હજી સુધી આનું રીમિક્સ નથી જોયું, મેં એ ગીતને સાંભળ્યું છે. એની ટ્યુન સારી છે. કરણ જોહરે આ ઓરિજિનલ ગીતના ઑફિશ્યલી રાઇટ્સ ખરીદ્યા છે. એથી કહી શકાય કે તેની મન્શા પ્રામાણિક છે.’

આ પણ વાંચો: મલ્હાર ઠાકર બોલીવુડની આ અભિનેત્રી સાથે કરશે લગ્ન ? કહ્યું,'...ફાઈનલ હૈ'

બૉલીવુડમાં ગીતોને રીમિક્સ કરવાનો જે ટ્રેન્ડ ચાલ્યો છે એને રણધીર કપૂર ખરાબ નથી માનતા. આ સંદર્ભે રણધીર કપૂરે કહ્યું હતું કે ‘વીતેલા જમાનાનાં ગીતોને રીમિક્સ કરવાથી એ આજની જનરેશન સુધી પહોંચી શકે છે, જે એક સારી બાબત છે. મેં જોયું છે કે યંગસ્ટર્સ આ રીમિક્સ ગીતો પર વધુ ડાન્સ કરે છે. એનો મતલબ એ થયો કે તેમને એ ગીતો વધુ પસંદ છે. રીમિક્સ કરવામાં આવે એનાથી મને કોઈ વાંધો નથી.’

randhir kapoor bollywood news