દબંગ જોયા બાદ સલમાનની ફૅન બની હતી સોનાક્ષી

10 April, 2019 11:38 AM IST  |  | સોનિલ દેઢિયા

દબંગ જોયા બાદ સલમાનની ફૅન બની હતી સોનાક્ષી

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહાનું કહેવું છે કે તે ‘દબંગ’ બાદ સલમાન ખાનની ફૅન બની હતી. ૨૦૧૦માં આવેલી ‘દબંગ’ દ્વારા સોનાક્ષીએ બૉલીવુડમાં કરીઅરની શરૂઆત કરી હતી. તે હાલમાં આ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘દબંગ ૩’નું શૂટિંગ કરી રહી છે. આ વિશે વધુ જણાવતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘ટીનેજમાં ઍક્ટર્સ તરફ મને એટલું આકર્ષણ નહોતું. સલમાનને હું એ વખતે મારા ફૅમિલી ફ્રેન્ડ તરીકે જ જોતી હતી. મેં જ્યારે તેની સાથે ડેબ્યુ કર્યું ત્યારે મને તેનાથી કોઈ ડર પણ નહોતો લાગતો કે પછી કોઈ ફૅનગર્લ જેવી મોમેન્ટ પણ નહોતી. જોકે મેં જ્યારે ‘દબંગ’ જોઈ ત્યારથી હું તેની ફૅન બની ગઈ હતી. ચુલબુલ પાન્ડેમાં તે પોતાની રીતે કેટલું ઇમ્પ્રોવાઇઝેશન કરે છે એ જોવું ખૂબ જ ઉત્તેજનાત્મક છે.’

Salman Khan sonakshi sinha dabangg 3 bollywood news