‘છોરી 2’માં સોહા અલી ખાનની એન્ટ્રી

01 December, 2022 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની માહિતી નુસરતે આપી હતી.

‘છોરી 2’માં સોહા અલી ખાનની એન્ટ્રી

નુસરત ભરૂચાની ‘છોરી 2’માં સોહા અલી ખાનની એન્ટ્રી થઈ છે. ૨૦૨૧માં આવેલી ‘છોરી’ની આ સીક્વલ છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની માહિતી નુસરતે આપી હતી. આ ફિલ્મની સ્ટોરી ત્યાંથી શરૂ થશે જ્યાં પહેલો ભાગ પૂરો થયો હતો. આ સીક્વલમાં નવાં કૅરૅક્ટર્સનો ઉમેરો કરવામાં આવશે. આ ફિલ્મને ટી-સિરીઝ, ક્રિપ્ટ ટીવી અને અબુન્દન્તિયા એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરશે, જેને વિશાલ ફુરિયા ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મની સીક્વલને લઈને નુસરતે કહ્યું કે ‘હું સાક્ષીના રોલને ફરી સાકાર કરવા અને ‘છોરી’ના વિશ્વમાં ફરીથી જવા માટે અતિશય ઉત્સુક છું. દર્શકો માટે અમે શું લઈને આવવાનાં છીએ એ તેમને દેખાડવા હું આતુર છું. આ વખતે એ ભવ્ય અને વધુ સારી બનશે.’

બીજી તરફ પોતાનું એક્સાઇટમેન્ટ શૅર કરતાં સોહા અલી ખાને કહ્યું કે ‘હું આ કાસ્ટ સાથે કામ કરવા માટે અને ‘છોરી’ના જગતમાં જવા માટે ઉત્સુક છું. ‘છોરી 2’માં મારો રોલ મારા અગાઉના રોલ કરતાં અનોખો અને અગત્યનો છે. પહેલો ભાગ ‘છોરી’ને મેં ખૂબ એન્જૉય કર્યો હતો. આ હૉરર સીક્વલમાં જોડાવાને લઈને હું વધુ આતુર છું.’

entertainment news bollywood news bollywood gossips bollywood nushrat bharucha soha ali khan upcoming movie