સિમ્બા: રણવીર-સારાની ફિલ્મે ઓસ્ટ્રેલિયામાં તોડ્યો રેકોર્ડ

29 December, 2018 01:20 PM IST  | 

સિમ્બા: રણવીર-સારાની ફિલ્મે ઓસ્ટ્રેલિયામાં તોડ્યો રેકોર્ડ

રોહિત શેટ્ટીની સિમ્બાએ ઓસ્ટ્રેલિયામાં મચાવી ધૂમ.

રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિમ્બાએ ઓવરસીઝમાં ધમાકેદાર શરૂઆત કરી છે. ફિલ્મે પહેલા દિવસે ઓસ્ટ્રેલિયામાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનેલી સિમ્બાએ 1,80, 253 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 88, 58, 000 રૂપિયાથી ઓપનિંગ લીધું છે. આ રોહિત શેટ્ટી માટે રેકોર્ડ છે. આ પહેલા ગોલમાલ અગેઇનએ 66,990 ઓસ્ટ્રેલિયન ડોલર, દિલવાલેએ 1,43,352, સિંઘમ રિટર્ન્સએ 39,611 અને ચેન્નાઈ એક્સપ્રેસે 38,315 ડોલરની કમાણી કરી હતી. શેટ્ટીને કોમેડી અને એક્શનનો માસ્ટર કહેવામાં આવે છે. રાજકુમાર હિરાનીની જેમ આ બ્લોકબસ્ટર ડાયરેક્ટરે બોક્સ ઓફિસને દરેક વખતે ખળભળાવ્યું છે. એ વાત જુદી છે કે પહેલા તેમની સાથે અજય દેવગણ તરીકે એક પોલીસવાળો રહેતો હતો સિંઘમના રૂપમાં અને હવે ખાખી પહેરીને રણવીર સિંહ આવ્યો છે.

કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં રણવીરની સાથે સારા અલી ખાન અને સોનુ સૂદની મુખ્ય ભૂમિકા છે. સિમ્બા એ સંગ્રામ ભાલેરાવ નામના એક લાંચખોર પોલીસવાળાની વાર્તા છે જે શહેરના ડોન સાથે મળીને કામ કરે છે. તે ડોન (સોનુ સૂદ) એકવાર રણવીર સિંહની બહેનનું જ અપહરણ કરાવી લે છે અને પછી થાય છે શરૂ એક ઘમસાણ. ફિલ્મના ટ્રેઇલરમાં અજય દેવગણે પોતાનો સિંઘમ અવતાર બતાવ્યો હતો પરંતુ રોહિતના આ નવા પોલીસવાળામાં ફરક એટલો જ છે કે તે મિજાજથી ખડૂસ નહીં પણ એકદમ મસ્તમૌલા છે. જબરદસ્ત એક્શન કરે છે અને પોતાની ગર્લફ્રેન્ડ સાથે નેનમટક્કા પણ કરે છે. સિમ્બા તેલુગુ ફિલ્મ ટેમ્પરની હિંદી રિમેક છે. ટેમ્પરમાં જુનિયર એનટીઆરે લીડ રોલ ભજવ્યો હતો.

સેન્સર બોર્ડ પાસેથી U/A સર્ટિફિકેટની સાથે પાસ થયેલી ફિલ્મ સિમ્બાનો રનિંગ ટાઇમ 2 કલાક 38 મિનિટનો છે. ફિલ્મ બનાવવામાં આશરે 85 કરોડની ખર્ચ થયો છે જેમાં પ્રમોશનનો ખર્ચ પણ સામેલ છે. સિમ્બાને દેશભરમાં 4020 સ્ક્રીન્સમાં અને ઓવરસીઝમાં 963 જગ્યાએ રીલિઝ કરવામાં આવી છે.

ranveer singh sara ali khan rohit shetty bollywood