શ્વેતા બાસુ પ્રસાદે એક વર્ષમાં લગ્ન જીવનનો અંત આણી લીધો

11 December, 2019 03:14 PM IST  |  Mumbai Desk

શ્વેતા બાસુ પ્રસાદે એક વર્ષમાં લગ્ન જીવનનો અંત આણી લીધો

‘મકડી’થી પ્રસિદ્ધ થયેલી શ્વેતા પ્રસાદ મિત્તલે હસબન્ડ રોહિત મિત્તલ સાથે લગ્ન જીવન પર પૂર્ણવિરામ લગાવવાની જાહેરાત કરી છે. ફિલ્મ મેકર રોહિત મિત્તલ સાથે તેણે ગયા વર્ષે ૧૩મી ડિસેમ્બરે બંગાળી અને મારવાડી પરંપરાથી લગ્ન કર્યા હતાં. બન્નેએ હવે છ઼ૂટા પડવાનો નિર્ણય લીધો છે. એ અંગે ઇન્સ્ટાગ્રામ પર શ્વેતાએ પોસ્ટ કરી હતી કે ‘હાય એવરીવન, રોહિત મિત્તલ અને મેં અમારા માર્ગ જુદા પાડવા અને અમારા લગ્ન જીવનનો અંત લાવવાનો પરસ્પર સમજૂતીથી નિર્ણય લીધો છે. ઘણાં મહિનાઓ સુધી વિચાર કર્યા બાદ એકબીજાની ભલાઈ માટે અમે આખરે આ નિર્ણય લીધો છે. એવુ જરૂરી નથી કે બુક હંમેશાં આખી જ વાંચવામાં આવે. એનો અર્થ એ પણ નથી કે બુક સારી નથી અથવા તો એને વાંચી નથી શકાતી. અમુક વસ્તુઓ એવી હોય છે જેને અધૂરી છોડવી જ યોગ્ય હોય છે. મને આજીવન એવી યાદો આપી છે જેનું સ્થાન કોઈ ના લઈ શકે એ માટે અને મને હંમેશાં પ્રેરણાં આપવા માટે થૅન્ક યુ રોહિત. તારા ભવિષ્ય માટે શુભકામના. હું હંમેશાં તારી ચીયર લીડર રહીશ.’

shweta basu prasad bollywood bollywood news bollywood gossips