મુજઝે શાદી કરોગીમાં દેખાશે શેહનાઝ ગીલ

13 February, 2020 12:56 PM IST  |  Mumbai Desk | Harsh Desai

મુજઝે શાદી કરોગીમાં દેખાશે શેહનાઝ ગીલ

‘બિગ બૉસ’ની એન્ટરટેઇનમેન્ટ ક્વીન શેહનાઝ ગીલને લઈને કલર્સ નવો નવો રિયલિટી શો બનાવી રહ્યાં છે. આ શોને ‘મુજઝે શાદી કરોગી’ નામ આપવામાં આવ્યું છે. ‘બિગ બૉસ’નો ફિનાલે શનિવારે છે અને આ શો સોમવારથી શરૂ થશે. સોમવારથી શુક્રવાર રોજ રાતે સાડા દસ વાગ્યે ઓન ઍર થશે. ‘મુજઝે શાદી કરોગી’માં શેહનાઝ તેના માટે સુટેબલ છોકરો શોધશે. આ શોની જાહેરાત ગુત્થી એટલે કે સુનીલ ગ્રોવર ‘બિગ બૉસ’ના ઘરમાં જઈને કરશે. તે શેહનાઝ માટે ‘શગુન કી થાલી’ ‍લઈને જશે. તેઓ બન્ને ગિડ્ડા કરતાં પણ જોવા મળશે. ‘બિગ બૉસ’ દ્વારા લોકોની કરીઅરની ગાડી પાટા પર આવી જાય છે અને શેહનાઝની પણ આવી ગઈ હોય એવું લાગે છે. તેનો એક શો પૂરો થાય એ પહેલાં જ તેને નવા શોની ઑફર મળી ગઈ છે.

bollywood bollywood news bollywood gossips