Sheer qormaનું પોસ્ટર રિલીઝ, જોવા મળ્યા દિવ્યા દત્તા અને સ્વરા ભાસ્કર

13 October, 2019 11:21 AM IST  |  મુંબઈ

Sheer qormaનું પોસ્ટર રિલીઝ, જોવા મળ્યા દિવ્યા દત્તા અને સ્વરા ભાસ્કર

શીર કોરમાનું પોસ્ટર

સ્વરા ભાસ્કરની અપકમિંગ ફિલ્મ શીર કોરમવાનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. સ્વરા અને દિવ્યાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. શીર કોરમામાં સ્વરા ભાસ્કર એક મુસ્લિમ યુવતીના કિરદારમાં છે જેની ઝલક પોસ્ટરમાં સાફ જોવા મળી રહી છે. આ પોસ્ટરમાં સ્વરાની સાથે દિવ્યા દત્તા પણ નજર આવી રહી છે.


ફિલ્મમાં દિવ્યા દત્તા અને સ્વરા ભાસ્કર રોમાન્ટિક પાર્ટનરના કિરદારમાં છે. બંને વચ્ચે રોમાન્સ પોસ્ટરમાં પણ સાફ જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં બંનેએ પોતાના માથા પર દુપટ્ટો બાંધેલો છે અને ખૂબ જ સુકૂન સાથે એકબીજાના હાથ પકડેલા છે. ફિલ્મમાં સ્વરા અને દિવ્યાની સાથે તેમાં શબાના આઝમી પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના ડાયરેક્ટર ફરાઝ અંસારી છે.

swara bhaskar divya dutta shabana azmi