સોશ્યલ મીડિયાના યુગમાં એક્સપોઝરનો સ્વીકાર કરવો જ રહ્યો : શર્મિલા ટાગોર

19 March, 2019 11:29 AM IST  | 

સોશ્યલ મીડિયાના યુગમાં એક્સપોઝરનો સ્વીકાર કરવો જ રહ્યો : શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોરનું કહેવું છે કે સોશ્યલ મીડિયાના વધતા ચલણમાં એની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું જોઈએ. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના દીકરા તૈમુરની આસપાસ હંમેશાં ફોટોગ્રાફર્સ ફરતા હોય છે. સોશ્યલ મીડિયા પર પણ તૈમુર ખૂબ જ ફૅમસ છે. આ વિશે પૂછતાં શર્મિલા ટાગોરે કહ્યું હતું કે ‘મારા મતે આપણે એનો સ્વીકાર કરવો જ રહ્યો. આ સોશ્યલ મીડિયાનો યુગ છે. મને નથી લાગતું કે આ વિશે કોઈ પણ વ્યક્તિ કંઈ કરી શકે. હું ખૂબ જૂનવાણી વિચારધારા ધરાવું છું. મારા મતે બાળકોને સોશ્યલ મીડિયા પર વધુ એક્સપોઝ ન કરવાં જોઈએ. આમ છતાં સારા અલી ખાન પાસેથી હું એક વાત શીખી છું કે જો તમે તેમની સાથે ડીલ ન કરી શકતા હો તો તેમની સાથે જોડાઈ જાવ.’

આ પણ વાંચો : બૉલીવુડે દમદાર સ્ક્રિપ્ટ અને કમર્શિયલ સિનેમાની વચ્ચે બૅલૅન્સ જાળવી રાખ્યું છે : અનિલ કપૂર

કોઈ પણ સેલિબ્રિટી કિડ્સ કરતાં તૈમુર સોશ્યલ મીડિયા પર વધુ છવાયેલો હોય છે. સોશ્યલ મીડિયામાં તૈમુરની વધતી લોકપ્રિયતાને જોતાં દાદી શર્મિલા ટાગોર થોડા ચિંતીત પણ છે. આ વિશે શર્મિલા ટાગોરે કહ્યું હતું કે ‘હું તૈમુરની લોકપ્રિયતાથી ખુશ તો છું. જોકે, બાળકો માટે આ સારી બાબત નથી.’

sharmila tagore bollywood news