#MeToo અભિયાન મીડિયાને બદલે કાયદાની રીતે હાથ ધરવું જોઈએ : રિચા

23 January, 2019 11:29 AM IST  | 

#MeToo અભિયાન મીડિયાને બદલે કાયદાની રીતે હાથ ધરવું જોઈએ : રિચા

રિચા ચઢ્ઢા

રાજકુમાર હીરાણી પર લાગેલા જાતીય શોષણના આરોપો બાદથી આ મુદ્દો ફરી એક વાર ચગ્યો છે. આ વિશે રિચાએ કહ્યું હતું કે ‘હું ખુશ છું કે આ અભિયાન ચાલી રહ્યું છે અને એ હાલના સમયમાં ખૂબ જરૂરી પણ છે. આમ છતાં મારું માનવું છે કે આ મૂવમેન્ટને મીડિયા થકી નહીં, પરંતુ કાયદાની દૃષ્ટિએ આગળ વધારવામાં આવે તો હકીકત બહાર આવી શકે છે. અફવાઓ પર ધ્યાન ન આપતાં ઘટનાની વાસ્તવિકતાને સમજવી અગત્યનું છે અને સાથે જ પીડિતોને યોગ્ય દિશામાં ન્યાય આપવામાં આવે.’

વિદ્યા બાલનની ડર્ટી પિક્ચર સાથે શકીલાની સરખામણીને પૉઝિટિવ લે છે રિચા ચઢ્ઢા

વિદ્યા બાલનની ‘ડર્ટી પિક્ચર’ની સાથે રિચા ચઢ્ઢાની ‘શકીલા’ની સરખામણી થઈ રહી છે. જોકે આ વાતને રિચા ખૂબ જ સકારાત્મક રીકે લઈ રહી છે. તેનું માનવું છે કે આવી તુલના તો થતી જ રહેવાની છે અને એને ટાળવી શક્ય નથી. ડિરેક્ટર ઇન્દ્રજિત લંકેશની ફિલ્મમાં રિચા શકીલાના પાત્રમાં જોવા મળવાની છે. શકીલાએ ૯૦ના દશકમાં તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડની અનેક ઍડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું. શકીલાના જીવન પર બની રહેલી ફિલ્મને લઈને થઈ રહેલી સરખામણી પર રિચાએ કહ્યું હતું કે ‘સરખામણીની વાત કરીએ તો એક જ વાત સમાન છે કે આ બન્ને ફિલ્મ એવી વ્યક્તિ પર બની છે જેને સોસાયટી દ્વારા વિવાદિત વ્યક્તિ ગણવામાં આવી હતી.

આ પણ વાંચો : દુનિયામાં મુંબઈ એકમાત્ર એવું શહેર છે જ્યાં દરેકનાં સપનાં પૂરાં થાય છે : નવાઝુદ્દીન

એક કલાકાર તરીકે તો લોકો તેને જુએ છે, પરંતુ તેને કોઈ ઓળખવા તૈયાર નહોતું. આ બન્ને ફિલ્મો વચ્ચે કોઈ સમાનતા તો નથી, પરંતુ હું જાણું છું કે લોકો ‘ડર્ટી પિક્ચર’ સાથે એની સરખામણી અચૂક કરવાના છે. હું એને પૉઝિટિવ લઉં છું, કેમ કે તેઓ વિદ્યા બાલનની સાથે સરખાવી રહ્યા છે. તે ખરેખર એક અદ્ભુત કલાકાર છે અને મિલન લુથરિયાએ ખૂબ જ સારી ફિલ્મ બનાવી હતી. જો લોકો કમ્પૅર કરતા હોય તો તેમને કરવા દો. તેઓ કોઈ ખરાબ ફિલ્મ સાથે તો સરખામણી નથી કરી રહ્યા. એનાથી અમે છુટકારો મેળવી શકીએ એમ નથી એટલે અમારે એને સ્વીકારવું જ રહ્યું.’

richa chadha bollywood news