શાહરુખ-આમિર સહિત બોલીવુડે આ રીતે ઉજવી જન્માષ્ટમી, જુઓ વીડિયો

25 August, 2019 12:04 PM IST  |  મુંબઈ

શાહરુખ-આમિર સહિત બોલીવુડે આ રીતે ઉજવી જન્માષ્ટમી, જુઓ વીડિયો

Image Coutesy: Instagram

દેશભરમાં શનિવારે હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ખાસ તો દહીં હાંડીનો જશ્ન પણ જોવા મળ્યો. બોલીવુડ સ્ટાર્સે પણ દહીં હાંડીનો ઉત્સવ દિલથી ઉજવ્યો. આ તહેવાર ઉજવવામાં બોલીવુડના કિંગ ખાન શાહરુખ સૌથી આગળ દેખાયા. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી અને તૈમુર અલી ખાન સહિત આમિર ખાને પણ દહીં હાંડીની મજા માણી

લગભગ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાહરુખ કાને પોતાના ઘર મન્નતમાં દહીં હાંડી ઉત્સવનું આયોજન કર્યું. આ અવસરે તેમણે પોતે જ હાંડી ફોડી. શાહરુખ ખાને પોતાના કોઈ મિત્રના ખભા પર ચડીને દહીંહાંડી ફોડવાનો લહાવો લીધો. શાહરુખે હાંડી ફોડતા જ બધાએ તાલીઓ પાડી હતી.

શાહરુખ ખાન ઉપરાંત શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ પણ પોતાના ઘરે દહીં હાંડી ઉત્સવનું આયોજન કર્યું હતું. આ અવસરે શિલ્પા અને રાજના પુત્ર વિયાન કુંદ્રાએ દહીં હાંડી ઉત્સવમાં હાંડી ફોડવાનો લહાવો લીધો હતો. તો શિલ્પા શેટ્ટી પોતાના પુત્રને પ્રોત્સાહન આપતી દેખાઈ હતી.

આ ઉપરાંત આમિર ખાને પણ પોતાના પુત્ર આઝાદ સાથે ઘર જ દહીં હાંડીની ઉજવણી કરી. આઝાદે પિતા આમિર ખાનની પીઠ પર ચડીને મટકી ફોડી. આ દરમિયાન કિરણ રાવ આખા માહોલના ફોટા પાડતા દેખાયા હતા.

Shah Rukh Khan shilpa shetty raj kundra aamir khan