જર્સીના શૂટિંગ દરમ્યાન થયેલી ઈજા બાદ શાહિદ કપૂરે કહ્યું...

13 January, 2020 05:19 PM IST  |  Mumbai Desk

જર્સીના શૂટિંગ દરમ્યાન થયેલી ઈજા બાદ શાહિદ કપૂરે કહ્યું...

‘જર્સી’ના શૂટિંગ દરમ્યાન ઈજા થતાં શાહિદ કપૂરે જણાવ્યું હતું કે તે ઝડપથી રિકવર કરી રહ્યો છે. ક્રિકેટ પર આધારિત આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન બૉલ અચાનક બાઉન્સ થતાં તેના હોઠ પર વાગ્યો હતો. એના કારણે તેને સ્ટિચિઝ પણ આવ્યા છે. આ સમાચાર વાયુ વેગે ફેલાતાં તેના ફૅન્સ ખૂબ ચિંતિત બન્યા છે. સૌકોઈ તે જલદી સાજો થઈ જાય એવી કામના કરી રહ્યા છે. શાહિદ આ ઈજા બાદ મુંબઈ પાછો ફર્યો છે. લોકોનો આભાર માનતાં ટ્‍‍વિટર પર શાહિદે ટ્વીટ કર્યું હતું કે ‘તમે સૌએ મારી ચિંતા કરી એ માટે સૌનો આભાર. હા, મને થોડા સ્ટિચિઝ આવ્યા છે, પરંતુ હું જલદી રિકવર કરી રહ્યો છું. ‘જર્સી’એ મારું થોડું લોહી લીધું છે. જોકે એક સારી સ્ક્રિપ્ટ માટે આ યોગ્ય પણ છે. તમારા સૌનું ભલું થાય. રિયલ બનો. યાદગાર બનો. પ્રેમ ફેલાવો, માનવતા સર્વોપરી છે.’

shahid kapoor bollywood entertaintment