ધ લાયન કિંગને મળી રહેલા પ્રતિસાદથી ખુશ છે શાહરુખ

22 July, 2019 10:05 AM IST  |  મુંબઈ

ધ લાયન કિંગને મળી રહેલા પ્રતિસાદથી ખુશ છે શાહરુખ

‘ધ લાયન કિંગ’ને લોકો તરફથી મળી રહેલાં પ્રેમથી શાહરુખ ખાન ખૂબ ખુશ છે. શાહરુખ હાલમાં ફૅમિલી સાથે મૉલદીવ્સમાં વેકેશન મનાવી રહ્યો છે. ફોટોમાં તે દીકરી સુહાના, દીકરા આર્યન અને અબરામ સાથે જોવા મળી રહ્યો છે. ‘ધ લાયન કિંગ’માં શાહરુખે મુફાસા અને આર્યને સિમ્બાનાં કૅરૅક્ટરને અવાજ આપ્યો છે. આ ફિલ્મને મળી રહેલાં પ્રતિસાદ પર ખુશી વ્યક્ત કરતાં ટ્‍‍વિટર પર શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘લોકો ‘ધ લાયન કિંગ’ને એન્જૉય કરી રહ્યાં છે એ સાંભળીને ખૂબ ખુશ થયો છું. મારા કો-ઍક્ટર્સ અને મારા ફ્રેન્ડ્સને સ્પેશ્યલ થૅન્ક યુ કે જેમણે આ ફિલ્મને હિન્દીમાં બનાવી. સંજય મિશ્રા, શ્રેયસ તલપડે, આશિષ વિદ અને અસરાની સાહિબ. થૅન્ક યુ મને બનાવવા માટે અને આર્યનનો અવાજ પણ સારો છે.’

Shah Rukh Khan bollywood entertaintment