ઝીરો બાદ શાહરુખ કરી રહ્યો છે રાજકુમાર હિરાનીની લવ સ્ટોરીવાળી ફિલ્મ ?

06 June, 2019 04:25 PM IST  | 

ઝીરો બાદ શાહરુખ કરી રહ્યો છે રાજકુમાર હિરાનીની લવ સ્ટોરીવાળી ફિલ્મ ?

સતત ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ શાહરુખ ખાન હવે એક એવી સ્ટોરી અને ડિરેક્ટર શોધી રહ્યા છે, જે તેની સ્ટારડમની ડૂબતી નૈયાને પાર લગાવી શકે. ત્યારે ચિંતા અને કશ્મકશમાં ડૂબેલા શાહરુખ ખાનને લઈ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. બોલીવુડમાં ચાલી રહેલી ચર્ચા પ્રમઆમે બોલીવુડના મોટા ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ શાહરુખ ખાનને એક લવસ્ટોરી માટે અપ્રોચ કર્યો છે.

બોલીવુડમાં ચર્ચા એવી પણ છે કે ફ્લોપ ફિલ્મોથી પરેશાન શાહરુખ ખાને રાજકુમાર હિરાનીની રોમેન્ટિક ફિલ્મ માટે હા પણ પાડી દીધી છે. રાજકુમાર હિરાની મુન્નાભાઈ સિરીઝ, પીકે, થ્રી ઈડિયટ્સ, સંજુ જેવી સફળ ફિલ્મો આપી ચૂક્યા છે. હવે રાજકુમાર હિરાની પોતાના કરિશ્મા સાથે શાહરુખ ખાનને લઈ રોમેન્ટિક ફિલ્મ કરવા જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ઝીરો ફ્લોપ ગયા બાદ શાહરુખ ખાને કોઈ નવી ફિલ્મ હાથમાં નથી લીધી. તેણે સારે જહાં સે અચ્છામાં પણ કામ કરવાની ના પાડી દીધી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જ્યાં સુધી શાહરુખ ખાન ફરી પોતાની સુપરસ્ટાર તરીકેની ઈમેજ નહીં બનાવી લે ત્યાં સુધી કોઈ નવો પ્રયોગ નહીં કરે.

છેલ્લા કેટલાક સપ્તાહમાં શાહરુખ ખાન અને રાજુકમાર હિરાની વચ્ચે ઘણી મિટંગો થઈ છે. કહેવાય છે કે બંને એક લવસ્ટોરી બેઝ્ડ ફિલ્મની વાર્તા પર કામ કરી રહ્યા છે. શાહરુખ ખાન ફરી પોતાની રોમેન્ટિક હીરોની ઈમેજથી હિટ ફિલ્મ મેળવવા ઝંખી રહ્યો છે. ચર્ચા એવી પણ છે કે શાહરુખ ખાન અને રાજુકમાર હિરાની વચ્ચે ફિલ્મને લઈ કશું નક્કી પણ થઈ ચૂક્યુ છે.

આ પણ વાંચોઃ Eid 2019:શાહરુખ ખાને અબ્રાહમ સાથે ફૅન્સને વીશ કરી ઈદ

મળતી માહિતી પ્રમામે રાજકુમાર હિરાની આ ફિલ્મ પોતાના બેનર અંતર્ગત પ્રોડ્યુસ કરશે. આ વખતે તે વિધુ વિનોદ ચોપડા સાથે કામ નહીં કરે. શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝ આ ફિલ્મને કો પ્રોડ્યુસ કરશે. છેલ્લે જ્યારે શાહરુખ ખાન ચીનના પ્રવાસે હતો ત્યારે તેણે જૂનમાં નવી ફિલ્મ એનાઉન્સ કરાવાનો ઈશારો કર્યો હતો.

rajkumar hirani Shah Rukh Khan bollywood