બીજિંગ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ થઈ ઝીરો

15 April, 2019 11:56 PM IST  |  બીજિંગ

બીજિંગ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ થઈ ઝીરો

ઝીરો

‘ઝીરો’ના ડિરેક્ટર આનંદ એલ. રાયનું કહેવું છે કે તેમના માટે આ ફિલ્મ સ્પેશ્યલ છે. આ ફિલ્મને લોકો તરફથી સારો પ્રતિસાદ નહોતો મળ્યો. બીજિંગ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને ક્લોઝિંગ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. આ ફેસ્ટિવલ ૧૩ એપ્રિલથી ૨૦ એપ્રિલ સુધી આયોજિત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અક્ષય અને ટ્વિન્કલે ફક્ત કામ પર ફોકસ કરવાની સલાહ આપી કરણ કાપડિયાને

ચીન અને ભારતીય સિનેમા પરસ્પર તાલમેલ જાળવીને સહયોગ વધારે અને કામ કરવાની લોકોને તક વધુ મળે એ માટે શાહરુખ ખાન વાત કરતો જોવા મળશે. ‘ઝીરો’ વિશે આનંદ એલ. રાયે કહ્યું હતું કે ‘હું ખૂબ ખુશ છું કે ‘ઝીરો’ બીજિંગ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ક્લોઝિંગ ફિલ્મ તરીકે પસંદગી પામી છે. આ ફિલ્મ અમારા માટે ખૂબ સ્પેશ્યલ છે. આ ન્યૂઝ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. આશા રાખું છું કે ત્યાંના લોકો આ ફિલ્મને જરૂર એન્જૉય કરશે.’

Zero Shah Rukh Khan anand l rai bollywood news