સાજિદ નડિયાદવાલાની લૅન્ડ ઑફ લુંગીમાં જોવા મળશે શાહરુખ ખાન?

27 July, 2019 01:05 PM IST  |  મુંબઈ

સાજિદ નડિયાદવાલાની લૅન્ડ ઑફ લુંગીમાં જોવા મળશે શાહરુખ ખાન?

શાહરુખ ખાન અને સાજિદ નડિયાદવાલા

શાહરુખ ખાન જલદી જ સાજિદ નડિયાદવાલાની ‘લૅન્ડ ઑફ લુંગી’માં જોવા મળશે એવી ચર્ચા છે. થોડા દિવસો પહેલાં એવી ચર્ચા હતી કે રાજકુમાર હિરાણીની આગામી ફિલ્મમાં પણ‌ શાહરુખ જોવા મળવાનો છે. તેમણે કોઈ પ્રોજેક્ટ પર ચર્ચા કરી હોય એવી શક્યતા છે. એ રોમૅન્ટિક-ડ્રામાની સાથે સ્ટ્રૉન્ગ ઇમોશન દેખાડતી ફિલ્મ છે.

આ પણ વાંચો : ચન્દ્રયાન-2 મિશનમાં યોગદાન આપનારી મહિલાઓની પ્રશંસા કરી પ્રિયંકાએ

જોકે હવે એવી ચર્ચા ચાલી રહી છે કે સાજિદ નડિયાદવાલા સાથે શાહરુખ ફિલ્મને લઈને ચર્ચા કરી રહ્યો છે. જો બધું સમું સૂતરું પાર પડ્યુ તો આ બન્નેની પહેલી ફિલ્મ હશે.

Shah Rukh Khan sajid nadiadwala bollywood news