શાહરુખ ખાનને ડૉક્ટરેટની ડિગ્રીથી સન્માનિત કરશે મેલબર્નની યુનિવર્સિટી

16 July, 2019 10:23 AM IST  | 

શાહરુખ ખાનને ડૉક્ટરેટની ડિગ્રીથી સન્માનિત કરશે મેલબર્નની યુનિવર્સિટી

શાહરુખ ખાન

ઑસ્ટ્રેલિયાનાં મેલબર્નમાં આવેલી લા ટ્રોબ યુનિવર્સિટી શાહરુખ ખાનને ડૉક્ટરેટની ડિગ્રીથી સન્માનિત કરશે. શાહરુખ પોતાનાં મીર ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતવાળા બાળકોનાં કલ્યાણ અને મહિલા સશક્તિકરણની દિશામાં કામ કરે છે. સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા તેનાં યોગદાનને જોતાં શાહરુખને આ સન્માન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં આપવામાં આવશે. ૮ ઑગસ્ટથી શરૂ થનાર ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન ૧૭ ઑગસ્ટ સુધી ચાલશે.

ઑસ્ટ્રેલિયાની આ પહેલી યુનિવર્સિટી છે શાહરુખને નવાજવાની છે. આ વિશે ખુશી વ્યક્ત કરતાં શાહરુખે કહ્યું હતું કે ‘હું ખૂબ ગર્વ અનુભવી રહ્યો છું કે મને પ્રતિષ્ઠિત લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા આ સન્માન આપવામાં આવી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ સાથે એનો ગાઢ સંબંધ છે. સાથે જ મહિલાઓને સમાન હક આપવામાં પણ આ યુનિવર્સિટીએ ખાસ યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો : Katrina Kaif:શું છે અભિનેત્રીનું સાચું નામ, જાણો 15 અજાણી વાતો

મારા માટે આ સન્માનનિય ડૉક્ટરેટની ડિગ્રી મેળવવી ખૂબ ગૌરવની વાત છે. મારા યોગદાનને ધ્યાનમાં લઈને આ ડિગ્રી માટે મારી પસંદગી થતાં હું લા ટ્રોબ યૂનિવર્સીટીનો દિલથી આભાર માનું છું.’

Shah Rukh Khan melbourne bollywood news