આરામના મૂડમાં દેખાયા શાહરુખ અને અબરામ

15 January, 2019 11:30 AM IST  | 

આરામના મૂડમાં દેખાયા શાહરુખ અને અબરામ

'યે આરામ કા મામલા હૈ'

શાહરુખને જ્યારે પણ સમય મળે છે તે પોતાના પરિવાર સાથે સમય વિતાવે છે. તે હંમેશાંથી જ પોતાનાં બાળકો આર્યન, સુહાના અને અબરામના ફોટો સોશ્યલ મીડિયામાંસમય-સમય પર શૅર કરે છે. અબરામ સાથેનો ફોટો શૅર કરીને શાહરુખે લખ્યું હતું કે ‘વીક-એન્ડ રિસર્ચ : એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ત્રણમાંથી એક વ્યક્તિ પણ એટલી જ આળસુ હોય છે જેટલા કે બાકીના બે અને અમે એ બાકીના બે છીએ. અમને મમ્મીની વાતોથી પણ કોઈ ફરક નથી પડતો.’

Shah Rukh Khan abram khan bollywood news