શાહરુખ ખાનથી પ્રેરિત થઈ બૉક્સિંગ લેજન્ડ કૌર સિંહ પર બનશે ફિલ્મ

19 November, 2019 12:44 PM IST  |  Mumbai

શાહરુખ ખાનથી પ્રેરિત થઈ બૉક્સિંગ લેજન્ડ કૌર સિંહ પર બનશે ફિલ્મ

શાહરુખ ખાન

બૉક્સિંગ લેજન્ડ કૌર સિંહ પર હવે ઍક્ટર કરમ બાથ બાયોપિક બનાવી રહ્યો છે. આ બાયોપિકની પ્રેરણા કરમને શાહરુખ પાસેથી મળી છે. ૨૦૧૭માં અર્જુન અવૉર્ડ મેળવનાર બૉક્સર કૌર સિંહની મેડિકલ ટ્રીટમેન્ટ માટે શાહરુખે પાંચ લાખ રૂપિયાની મદદ કરી હતી. શાહરુખની આ દિલદારીથી કરમ બાથને આ બાયોપિક બનાવવાની પ્રેરણા મળી હતી.

આ વિશે જણાવતાં કરમે કહ્યું હતું કે ‘૨૦૧૭ના ડિસેમ્બરમાં મને જ્યારે કૌર સિંહ અને તેમની સિદ્ધિઓ વિશે ખબર પડી હતી ત્યારે તેઓ મોહાલીમાં ઓપરેશન બાદ ટ્રીટમેન્ટ લઈ રહ્યાં હતાં. તેઓ આ મૅડિકલ ટ્રીટમેન્ટ માટે પૈસા ન ચૂકવી શકતા હોવાની વાત સાંભળીને મને ખૂબ જ શૉક લાગ્યો હતો.

આ પણ વાંચો : ફિટનેસપ્રેમીઓને સ્ટેરૉઇડથી દૂર રહેવાની સલમાનની સલાહ

અર્જુન અવૉર્ડ મેળવાનાર આ ખેલાડીની વાત શાહરુખ ખાનના કાને પડી હતી અને તેમણે તેમની ‘કલકત્તા નાઇટ રાઇડર્સ’ હેઠળ પાંચ લાખ રૂપિયાની મદદ કરી હતી. આ ન્યુઝ સાંભળ્યા બાદ મેં તેમના પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. મારું માનવું છે કે આ લેજન્ડની સ્ટ્રગલ વિશે લોકો સુધી વાત પહોંચાડવી જરૂરી છે.’

Shah Rukh Khan bollywood news