આજના જમાનામાં સેક્સીનો અર્થ રિવીલિંગ થાય છે : અલ્કા યા​જ્ઞિક

22 August, 2019 12:08 PM IST  |  મુંબઈ

આજના જમાનામાં સેક્સીનો અર્થ રિવીલિંગ થાય છે : અલ્કા યા​જ્ઞિક

અલ્કા યા​જ્ઞિક

અલ્કા યાજ્ઞિકે જણાવ્યું છે કે આજના જમાનામાં સેક્સીનો અર્થ રિવીલિંગ થાય છે. આ વિશે વધુ જણાવતાં અલ્કા યા‌િજ્ઞકે કહ્યું હતું કે ‘૯૦નાં દાયકામાં સેન્સ્યુઆલિટીને દેખાડવાની પણ એક અદા હતી.

એને એક લેવેલ સુધી અને માન પૂર્વક દેખાડવામાં આવતી હતી. આઇટમ નંબર્સ એ વખતે પણ બનતાં હતાં અને એને સેક્સી કહેવામાં આવતાં હતાં.

આ પણ વાંચો : લક્ષ્મી બૉમ્બની બોટ સવારી

જોકે હવે આપણે એક એવા જમાનામાં રહીએ છીએ જ્યાં સેક્સીનો અર્થ રિવીલિંગ થાય છે. મારું માનવું છે કે સેન્સ્યુઅસ દેખાવા માટે કોઈને વલ્ગર બનવાની જરૂર નથી. ‘એક, દો, તીન’ એ ગીત એક આઇટમ નંબર હતું. જોકે એનાં લિરિક્સ, ગ્રેસ અને જે રીતે એને શૂટ કરવામાં આવ્યું હતું એને આજે પણ યાદ કરવામાં આવે છે. આ જ કારણ છે કે એ ગીતને આઇકોનિક ગીત ગણવામાં આવે છે.’

alka yagnik bollywood news