જોઈ લો ફર્સ્ટ લુક ધ બિગ બુલનો

03 January, 2020 05:41 PM IST  |  Mumbai Desk

જોઈ લો ફર્સ્ટ લુક ધ બિગ બુલનો

અભિષેક બચ્ચને ‘ધ બિગ બુલ’નો ફર્સ્ટ લુક શૅર કર્યો છે. આ ફર્સ્ટ લુકમાં અભિષેકનો ચહેરો સ્પષ્ટ નથી દેખાઈ રહ્યો. આ ફિલ્મમાં ઇલિયાના ડિક્રુઝ પણ જોવા મળવાની છે. ૧૯૯૨માં થયેલાં શૅરબજારના મોટા કૌભાંડ પર આ ફિલ્મ આધારિત છે. આ હર્ષદ મહેતાની બાયોપિક છે. ફિલ્મને અજય દેવગને પ્રોડ્યુસ કરી છે. ફર્સ્ટ લુક ટ્‍‍વિટર પર શૅર કરીને અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘ધ બિગ બુલ’. એક એવી વ્યક્તિ જે ભારતને સપનાં વેચે છે.’

bollywood bollywood news bollywood gossips ajay devgn abhishek bachchan