આર્ટિકલ 15ના વિરોધમાં બ્રાહ્મણ સમાજે કાનપુરમાં હોબાળો મચાવ્યો

30 June, 2019 11:56 AM IST  |  કાનપુર

આર્ટિકલ 15ના વિરોધમાં બ્રાહ્મણ સમાજે કાનપુરમાં હોબાળો મચાવ્યો

આર્ટિકલ 15

‘આર્ટિકલ 15’ની વિરોધમાં બ્રાહ્મણ સમાજે રોષ દેખાડ્યો છે. આયુષ્માન ખુરાના અભીનિત આ ફિલ્મમાં જાતિનાં ભેદભાવ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. કાનપુરમાં વિવિધ થિયેટર્સની બહાર બ્રાહ્મણ સમાજે ધરણાં આપ્યા હતાં. સલામતીને ધ્યાનમાં રાખતાં ફિલ્મની સ્ક્રીનીંગ કૅન્સલ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં અખિલ ભારતીય બ્રાહ્મણ એકતા પરિષદ, સર્વ બ્રાહ્મણ મહાસભા, પરશુરામ સર્વ કલ્યાણ અને બ્રાહ્મણ મહાસભા જેવી સંસ્થાઓ જોડાઈ ગઈ છે.

આ પણ વાંચો : ઘૂંઘટ મેં ચાંદ ગીત પર માધુરી દીક્ષિત નેને સાથે ડાન્સ કરશે હૃતિક રોશન

આ તમામે ફિલ્મનાં કલાકારો અને પ્રોડ્યુર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં અને ફિલ્મનાં પોસ્ટર્સ પણ ફાડ્યા હતાં. વધતાં તણાવને જોતાં વિવિધ થિયેટર્સ અને મૉલની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે ફિલ્મમાં એવું કંઈ દેખાડવામાં નથી આવ્યું કે બ્રાહ્મણોએ એનો વિરોધ કરવો જોઈએ.

ayushmann khurrana bollywood news