કોરોના વાઇરસને કારણે નાર્ગાજુનની વાઇલ્ડ ડૉગનું શેડ્યુલ થયું કૅન્સલ

06 February, 2020 11:55 AM IST  |  Mumbai

કોરોના વાઇરસને કારણે નાર્ગાજુનની વાઇલ્ડ ડૉગનું શેડ્યુલ થયું કૅન્સલ

નાગાર્જુન અને સૈયામી ખેરની ‘વાઇલ્ડ ડૉગ’નું શેડ્યુલ કોરોના વાઇરસને કારણે કેન્સલ થયું છે. તેઓ થાઇલૅન્ડમાં આ ફિલ્મનું શૂટિંગ કરવાના હતા, પરંતુ વાઇરસને કારણે એ સંભવ નહોતું થયુ. આ ફિલ્મમાં સૈયામી રૉ એજન્ટનું પાત્ર ભજવી રહી છે અને તેને ઍક્શન કરતી પણ જોઈ શકાશે. આ વિશે સૈયામીએ કહ્યું હતું કે ‘ઍક્શન દૃશ્ય માટે છેલ્લા એક મહિનાથી હું મિક્સ્ડ માર્શલ આર્ટ્સ શીખી રહી છું. થાઇલૅન્ડમાં શૂટિંગના શેડ્યુલને લઈને હું ખૂબ જ ઉત્સાહિત હતી. જોકે કોરોના વાઇરસને લઈને ખૂબ જ મોટી ટીમ સાથે કોઈ ઘટના ન બને એ માટે પ્રોડક્શન દ્વારા શેડ્યુલ કૅન્સલ કરવામાં આવ્યું છે.’

bollywood bollywood gossips nagarjuna