ઇન્ડિયાસ મોસ્ટ વૉન્ટેડ : રાધેનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ કરશે સલમાન ખાન?

12 October, 2019 01:16 PM IST  |  મુંબઈ

ઇન્ડિયાસ મોસ્ટ વૉન્ટેડ : રાધેનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ કરશે સલમાન ખાન?

સલમાન ખાન

સલમાન ખાનની ‘ઇન્ડિયાસ મોસ્ટ વૉન્ટેડ : રાધે’નું શૂટિંગ ચાર નવેમ્બરથી શરૂ થાય એવી શક્યતા છે. પોલીસ ઑફિસર પર આધારિત આ ફિલ્મ ૨૦૨૦ની ઈદ દરમ્યાન રિલીઝ કરવાની પણ યોજના છે. સલમાને હાલમાં જ તેની ‘દબંગ 3’નું શૂટિંગ પૂરુ કર્યું છે. ૨૦૧૭માં આવેલી કોરિયાની ‘ધ આઉટલૉઝ’ પરથી ‘ઇન્ડિયાસ મોસ્ટ વૉન્ટેડ : રાધે’ પ્રેરિત હોવાનું મનાય છે. સોહેલ ખાને આ ફિલ્મનું ટાઇટલ રજીસ્ટર કર્યુ હોવાની ચર્ચા છે. ‘દબંગ 3’ના ડિરેક્ટર પ્રભુદેવા આ ફિલ્મને ડિરેક્ટ કરશે એવી શક્યતા છે. જોકે હજી સુધી સલમાન વતી આ દિશામાં કોઈ નક્કર જાહેરાત કરવામાં નથી આવી.

Salman Khan bollywood news