મારા ડૅડીને જ મારી સ્ક્રિપ્ટ પર વિશ્વાસ નથી : સલમાન ખાન

14 December, 2019 11:36 AM IST  |  Mumbai

મારા ડૅડીને જ મારી સ્ક્રિપ્ટ પર વિશ્વાસ નથી : સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાનનું કહેવું છે કે તેના ડૅડી સલીમ ખાનને તેની ફિલ્મની સ્ક્રિપ્ટ પર ભરોસો નથી હોતો. સલમાન તેની ‘દબંગ 3’ના પ્રમોશન માટે ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યો હતો. એ દરમ્યાન કપિલે સલમાનને પૂછ્યું હતું કે શું તે સ્ક્રિપ્ટ ફાઇનલ કરતાં પહેલાં કદી પણ તેના ડૅડીને સ્ક્રિપ્ટ દેખાડે છે? એનો જવાબ આપતાં સલમાને કહ્યું હતું કે ‘મેં તેમને ‘દબંગ 3’ની પૂરી સ્ક્રિપ્ટ નથી સંભળાવી. જોકે મેં તેમને એન્ડ તરફનો અડધો ભાગ સંભળાવ્યો હતો. તેમને એ ખૂબ ગમ્યો પણ. હું ક્યારેક જ તેમની સાથે મારી ફિલ્મની સ્ક્રિપ્ટ શૅર કરું છું, કારણ કે તેમને મારી સ્ક્રિપ્ટ પર વિશ્વાસ નથી. તેઓ માત્ર એટલું કહી દે છે કે ફિલ્મ ફ્લૉપ જશે.’

Salman Khan salim khan bollywood news