દબંગ 3ના પ્રમોશન માટે સલમાન ખાન ચેન્નઈ, હૈદરાબાદ અને બૅન્ગલોર જશે

16 December, 2019 11:35 AM IST  |  Mumbai

દબંગ 3ના પ્રમોશન માટે સલમાન ખાન ચેન્નઈ, હૈદરાબાદ અને બૅન્ગલોર જશે

રિપોટર્સ સાથે નાચ્યો સલમાન ખાન - સલમાન ખાને બાંદરાના મેહબૂબ સ્ટુડિયોમાં રિપોટર્સ સાથે ધમાકેદાર ડાન્સ કર્યો હતો. ‘દબંગ 3’ના પ્રમોશન માટે તે અહીં પહોંચ્યો હતો. આ ફિલ્મ ૨૦ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. સલમાન સાથે ડાન્સ કરીને સૌકોઈના ચહેરા પણ ખીલી ઉઠ્યા હતા. તસવીર : શાદાબ ખાન

સલમાન ખાન પહેલી વખત ‘દબંગ 3’ના પ્રમોશન માટે ચેન્નઈ, હૈદરાબાદ અને બૅન્ગલોર જશે. આ ફિલ્મ ૨૦ ડિસેમ્બરે હિન્દી સિવાય તેલુગુ, તામિલ અને કન્નડમાં રિલીઝ થવાની છે. આ તેની પહેલી ફિલ્મ છે જે અન્ય ભાષામાં રિલીઝ થવાની છે. સલમાનના ફૅન્સને જ્યારથી જાણ થઈ છે કે તેમના શહેરમાં સલમાન આવશે ત્યારથી તેને જોવાની તાલાવેલી વધી ગઈ છે. મેકર્સે પણ આ ત્રણેય શહેરમાં ભવ્ય સેટઅપનું આયોજન કર્યું છે. સલમાન પણ તેની ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડવા નથી માગતો. પ્રભુદેવા ડિરેક્ટેડ આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન, સુદીપ કિચ્ચા અને મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર જોવા મળવાની છે.

આ પણ વાંચો : ધોની દબંગ પ્લેયર છે : સલમાન ખાન

એક જ ફિલ્મમાં ડેવિલ, ચુલબુલ પાન્ડે અને રાધેને લઈને આવવાની વાતને સલમાન ખાને નકાર આપ્યો

મુંબઈ : સલમાન ખાને ‘કિક’નો ડેવિલ, ‘દબંગ’નો ચુલબુલ પાન્ડે અને ‘વૉન્ટેડ’નો રાધે એક જ ફિલ્મમાં લઈને આવવાની વાતને ફગાવી કાઢી છે. સલમાને થોડા દિવસ અગાઉ જાહેરાત કરી હતી કે તે એકસાથે આ બધા કૅરૅક્ટર્સને સાથે લઈને આવશે. આ વિશે પૂછવામાં આવ્યુ હતું કે શું એના પર કામ શરૂ કરવામાં આવ્યુ છે? એનો જવાબ આપતાં સલમાને કહ્યું હતું કે ‘અરે, મેં તો એમ જ કહી દીધું હતું. આ વિશે મને સિરિયસલી લેવાની જરૂર નથી. રાધે, ચુલબુલ પાન્ડે, ડેવિલ ચાર-પાંચ એકસાથે? આ તો એક માત્ર એવો વિચાર આવ્યો હતો.’

Salman Khan dabangg 3 bollywood news entertaintment