ફિટનેસપ્રેમીઓને સ્ટેરૉઇડથી દૂર રહેવાની સલમાનની સલાહ

19 November, 2019 12:38 PM IST  |  Mumbai

ફિટનેસપ્રેમીઓને સ્ટેરૉઇડથી દૂર રહેવાની સલમાનની સલાહ

સલમાન ખાન

સલમાન ખાને તેના ચાહકો અને ફિટનેસ પ્રેમીઓને સ્ટેરૉઇડથી દૂર રહેવાની સલાહ આપી છે. સલમાને રવિવારે રાતે તેના જિમના સાધનો ‘બીઇંગ સ્ટ્રૉન્ગ’નું પ્રીવ્યુ રાખ્યું હતું. આ ઇવેન્ટમાં સલમાને કહ્યું હતું કે ‘આજકાલ સ્ટેરૉઇડ લેવાનો ટ્રેન્ડ માનવું છે કે દરેક વ્યક્તિએ એનાથી દૂર રહેવું જોઈએ. કેટલાક લોકો સ્ટેરૉઇડનો દુરપયોગ કરે છે જે તેમની બૉડી માટે ખરાબ છે કારણ કે એની અસર તેમની કિડની અને લીવર પર થાય છે. એવા ઘણાં લોકો છે જેમનું મૃત્યુ જિમમાં કસરત દરમ્યાન હાર્ટ બંધ થઈ જવાથી થયું હતું.

આ પણ વાંચો : મિસ વર્લ્ડ બની હતી એ જ દિવસે પૃથ્વીરાજ માટે પહેલો શૉટ આપ્યો માનુષી છિલ્લરે

પ્રોટિન શેક અને સપ્લીમેન્ટ્સ શરીર માટે સારા છે, પરંતુ જે પ્રમાણમાં લોકો સ્ટેરૉઇડ લે છે એ ખૂબ જ ધાતકી છે. સ્ટેરૉઇડ દ્વારા તમે બૉડી તો બનાવી શકો છો, પરંતુ કોઈ પણ વ્યક્તિને એ ખબર પડી જશે કે આ સ્ટેરૉઇડની કમાલ છે નહીં કે નૅચરલ બૉડી.’

Salman Khan bollywood news